નેશનલ

લોલમલોલ ! Railway કર્મચારીએ  મુસાફરો પાસેથી ટિકિટનાં વધુ નાણાં લીધા પણ ..

નવી દિલ્હી : દિવાળીના તહેવારોમાં રેલવે(Railway)ટિકિટની કાળાબજારીની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. પરંતુ હાલમાં જ દિવાળી દરમ્યાન 29 ઓક્ટોબરે દિલ્હી -લખનૌ 12004 શતાબ્દી એક્સપ્રેસમાં ટિકિટના પૈસા વસૂલીને સ્ટાફ દ્વારા જ ટિકિટ ન આપી હોવાની ઘટના બની છે. જેમાં એક સીટ માટે મુસાફરો પાસેથી બેથી ત્રણ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેમને  ટિકિટ પણ આપવામાં આવી ન હતી.જેમાં ટિકિટ ચેકિંગ સ્ટાફની સાથે કોચ એટેન્ડન્ટની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઈ છે. આ સમગ્ર મામલો હાલ રેલવે બોર્ડ સુધી પણ પહોંચ્યો છે.

તપાસ ટીમ બનાવવામાં આવી હતી

જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ  29 ઓક્ટોબરે દિલ્હીથી શતાબ્દી એક્સપ્રેસ રવાના થયા બાદ રેલવે અધિકારીઓને ટ્રેનમાં ટિકિટ વગરના મુસાફરો અંગે ગુપ્ત માહિતી મળી હતી. જેમાં આસિસ્ટન્ટ ટ્રાફિક મેનેજરે તાત્કાલિક સિનિયર ડેપ્યુટી ચીફ ટ્રાફિક મેનેજરને જાણ કરી હતી. તેની બાદ આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજરના નેતૃત્વમાં તપાસ ટીમ બનાવવામાં આવી હતી.

ટિકિટ વગરના મુસાફરો નીચે ઉતરતા તે ભાગવા લાગ્યા

માહિતી અનુસાર, કોચ સી-11, સી-12 અને સી-13માં ટિકિટ વિનાના મુસાફરો હતા. તપાસ દરમિયાન C-11 કોચમાં ટિકિટ વગરના 21 લોકો મળી આવ્યા હતા. ટુંડલા અને કાનપુર વચ્ચે ટીમે તપાસ શરૂ કરી હતી. ઈટાવામાં ટ્રેન ઉભી થતાં જ ટિકિટ વગરના મુસાફરો નીચે ઉતરતા તે ભાગવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનામાં ચેકિંગ સ્ટાફ અને કોચ એટેન્ડન્ટ પણ સામેલ હોવાનો સૂત્રોનો દાવો છે.

નાણાં લીધા પછી પણ ટિકિટ ન બનાવી

જ્યારે તપાસ દરમિયાન  ચલણ ઇસ્યુ કરવા પર  ટિકિટ વિનાના મુસાફરોએ કહ્યું કે TTEએ 2000 થી 3000 રૂપિયા વસૂલ્યા છે. તેની બાદ   ટ્રેનમાં ચઢવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ કોઈને એક્સેસ ભાડાની ટિકિટ આપવામાં આવી ન હતી. જે બાદ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

Also Read – DRDOએ મેળવી વધુ એક સિદ્ધિ; આ આધુનિક મિસાઈલનું સફળ પરીક્ષણ

કડક તપાસ અને કાર્યવાહી કરવાનો આદેશ

સેન્ટ્રલ રેલ્વેના સીપીઆરઓ શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ટ્રેનમાં ટિકિટ વિનાના મુસાફરો જોવા મળ્યા હતા.આ કેસની તપાસ ચાલુ છે. તેમજ  દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ રેલવે બોર્ડે પણ પ્રીમિયમ ટ્રેનમાં આવી પ્રવૃત્તિ જોવા મળતાં નારાજગી વ્યક્ત કરી છે. બોર્ડે તમામ ઝોનને આવા મામલામાં કડક તપાસ અને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button