ટોપ ન્યૂઝનેશનલ

રેલવે ક્રોસિંગ પર કડક સુરક્ષાઃ અકસ્માતો ઘટાડવા CCTV, વોઈસ રેકોર્ડર અને અન્ય 11 નિર્ણય

નવી દિલ્હી: રેલવે ક્રોસિંગ પર વધતા અકસ્માતોને લઈ સુરક્ષા મુદ્દે રેલવે પ્રધાન અશ્નિની વૈષ્ણવે મોટો નિર્ણય લીધો છે. તમામ રેલવે ક્રોસિંગ ગેટ પર સીસીટીવી કેમેરા અને રેકોર્ડિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે, જ્યારે સુરક્ષા સંબંધિત અન્ય મહત્ત્વના નિર્ણયો લીધા હોવાનું જણાવ્યું હતું.

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે રેલવેની મહત્વપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે રેલવે અધિકારીઓને કડક સૂચનાઓ પણ આપી હતી. રેલ મંત્રીએ રેલવે બોર્ડના અધ્યક્ષ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથેની સમીક્ષામાં ‘લેવલ ક્રોસિંગ ગેટ સુરક્ષા’ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી અને આ સંદર્ભમાં 11 મહત્વપૂર્ણ નિર્ણયો લીધા.

આ પણ વાંચો: પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણયઃ ટ્રેનના એન્જિનમાં લગાવાશે હાઈ-રિઝોલ્યુશન કેમેરા

વીજ પુરવઠાની વ્યવસ્થા સોલાર પેનલ, બેટરી બેકઅપ રાખવામાં આવશે

અશ્વિની વૈષ્ણવે તમામ લેવલ ક્રોસિંગ (LC) ગેટ પર CCTV કેમેરા અને રેકોર્ડિંગ સિસ્ટમ લગાવવાનો નિર્દેશ આપ્યો. વીજ પુરવઠાની વ્યવસ્થા સોલાર પેનલ, બેટરી બેકઅપ, યુપીએસ પણ પૂરા પાડવાનો અનુરોધ કર્યો હતો અને આ કાર્ય મિશન મોડમાં પૂર્ણ કરવામાં આવે. આ માટે, રેલવે પીએસયુ ઇન્ટરલોકિંગ કામો સહિત બાંધકામની સમીક્ષા કરવામાં આવશે.

રેલવે ક્રોસિંગના ગેટ પર ઈન્ટરલોકિંગનું કામકાજ પર મિશન મોડ પર ઝડપથી પાર પાડવામાં આવે. રેલવે પીએસયુ ઈન્ટરલોકિંગના કામકાજ અને નિર્માણ કાર્યમાં સામેલ કરવામાં આવશે. ઉપરાંત, ટીવીયુ (TVU)ની મર્યાદા ઘટાડવામાં આવે. હવે ઇન્ટરલોકિંગ ફક્ત 10,000 ટીવીયુ પર જ શરૂ કરવામાં આવશે. પહેલા આ મર્યાદા 20,000 હતી. 10,000 TVUથી વધુ ધરાવતા તમામ ગેટ પર રોડ ઓવરબ્રિજ, અને અંડરબ્રિજ અને મર્યાદિત ઊંચાઈવાળી સબ-વે યોજનાઓને ભિન્ન થઈને પણ ઇન્ટરલોકિંગ ફરજિયાત રહેશે.

આ પણ વાંચો: Red Signal: જાણી લો મુંબઈ રેલવેના ‘મોસ્ટ ડેન્જરસ ડેથ સ્પોટ’?

ગેટ પર સ્પીડ બ્રેકર ઊભા કરવામાં આવશે

રેલવે પ્રધાને જણાવ્યું હતું કે નોન-ઇન્ટરલોક ગેટ પર વોઇસ લોગર સિસ્ટમની કાર્યક્ષમતાની પુષ્ટિ બધા ડીઆરએમ દ્વારા કરવામાં આવશે. ઉપરાંત, તમામ લેવલ ક્રોસિંગ ગેટ પર સ્પીડ બ્રેકર, ચેતવણી બોર્ડ વગેરેને પ્રમાણિત કરીને મૂકવા તેમ જ જરૂરી સુધારા કરવામાં આવશે. ઉપરાંત, એવા ગેટની પણ યાદી તૈયાર કરવામાં આવે, જ્યાં વિવાદ ઊભા થતા હોય.

વિવાદાસ્પદ જગ્યાએ પોલીસને તહેનાત કરાશે

લેવલ ક્રોસિંગ ગેટ નાબૂદ કરવા માટે રોડ ઓવરબ્રિજ, અને અંડરબ્રિજ અને મર્યાદિત ઊંચાઈવાળા સબવેના બાંધકામના કામોને ઝડપી કરવામાં આવશે. એવા ગેટની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો જ્યાં વિવાદો અથવા જનતા દ્વારા દબાણ/હુમલાની ઘટનાઓ બને છે. હવે ત્યાં RPF/હોમગાર્ડની તૈનાતી સુનિશ્ચિત કરવામાં આવશે. ઉપરાંત, બ્લોક વિભાગોમાં લેવલ ક્રોસિંગ ગેટ પર 15 દિવસની સુરક્ષા નિરીક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

તમિલનાડુમાં ક્રોસિંગ પર થયો હતો અકસ્માત

અહીં એ જણાવવાનું કે તમિલનાડુમાં રેલવે ક્રોસિંગ ક્રોસ કરતી વખતે એક સ્કૂલ બસને ટ્રેનની ટક્કર વાગી હતી. તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાના ચેમ્માનકુપ્પમ વિસ્તારમાં એક ટ્રેને રેલવે ટ્રેક ક્રોસ કરતી સ્કૂલ બસને ભીષણ ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં ત્રણ માસૂમ બાળકના મોત થયા હતાં. આ અકસ્માત પછી રેલવે ક્રોસિંગ પરની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલ ઊભા થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »
Back to top button