રેલવે પ્રવાસીઓ માટે Good News: હવે આટલા રૂપિયામાં મળશે એક લિટર Rail Neerની બોટલ

આપણામાંથી અનેક લોકોએ પોતાના જીવનમાં ક્યારેકને ક્યારેક તો ભારતીય રેલવેની ટ્રેનોમાં મુસાફરી કરી જ હશે અને આ મુસાફરી દરમિયાન તમે પણ રેલવે કેન્ટિન અને ટ્રેનોમાં મળતી રેલ નીરની પાણીની બોટલ પણ ખરીદી હશે. હવે એ રેલ નીરની બોટલને લઈને રેલવે બોર્ડ દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. રેલવે બોર્ડના નોટિફિકેશનમાં રેલ નીરના ભાવમાં રૂપિયા એકનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ નવા ભાવ 22મી સપ્ટેમ્બરથી અમલી બનશે. આવો જોઈએ શું છે આખી ઈનસાઈડ સ્ટોરી-
રેલવે મંત્રાલયે ટ્વીટ કરીને આપી માહિતી
રેલવે મંત્રાલયના રેલવે બોર્ડ દ્વારા શનિવારે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રેલ નીરની પાણીની બોટલના ભાવમાં રૂપિયા એકનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે એક લિટરની બોટલ 14 રૂપિયામાં અને અડધા લિટરની વોટર બોટલ 9 રૂપિયામાં મળશે. હાલમાં એક લિટરના પાણીની બોટલની કિંમત 15 રૂપિયા અને અડધા લિટરની વોટર બોટલ 10 રૂપિયામાં મળે છે.
આ પણ વાંચો: એક જ પીએનઆર પર બુક થયેલી વેઇટિંગ લિસ્ટની ટિકિટ પર પ્રવાસીઓ પ્રવાસ કરી શકે? જાણો રેલવેનો નવો નિયમ…
નવી જીએસટી પ્રણાલીની અસર
રેલવે મંત્રાલય દ્વારા કરવામાં આવેલા ઓફિશિયલ ટ્વીટમાં જણાવવામાં આવ્યું છે કે 22મી સપ્ટેમ્બરથી લાગુ થઈ રહેલાં નવા જીએસટી સિસ્ટમને ધ્યાનમાં લઈને રેલ નીરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રેલે નીર દ્વારા પોતાના ટ્વીટમાં એવું પણ જમાવવામાં આવ્યું છે કે જીએસટીમાં થયેલાં ઘટાડાનો લાભ સીધો ઉપભોક્તાને મળે એ હેતુથી ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી કંપનીની બોટલના ભાવ પણ ઘટશે
રેલવે બોર્ડે પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં વેચવામાં આવતી આવતી આઈઆરસીટીસી અને રેલવે દ્વારા પસંદ કરવામાં આવેલી બીજી બ્રાન્ડની બોટલના ભાવમાં પણ એક રૂપિયાનો ઘટાડો કરવાની યોજના છે.
આ પણ વાંચો: પ્રવાસીઓ માટે મોટા સમાચાર: એક્સ્ટ્રા લગેજ પર કોઈ ફાઇન નહીં લાગે, રેલવે પ્રધાને કરી સ્પષ્ટતા
પાણી વેચીને કરોડો કમાવે છે આઈઆરસીટીસી
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવેની આઈઆરસીટીસી જ પાણીનું કામ કરે છે. રેલ નીર એ આઈઆરસીટીસીટીની કંપની છે જે ભારતીય રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં પ્રવાસીઓને પાણીની સુવિધા પૂરી પાડે છે. જ્યાં બાકીની બ્રાન્ડ્સ સીલ પેક વોટર બોટર 20 રૂપિયામાં વેચે છે ત્યાં રેલ નીર 15 રૂપિયામાં એક લિટર પાણીની બોટલ આપે છે. આઈઆરસીટીસી પાણી વેચીને દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે. 2024-25માં આઈઆરસીટીસીએ રેલ નીચ વેચીને જ 46.13 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.