‘કાળા નાણા’નો વરસાદ; દરોડા પડતા ચીફ એન્જિનિયરે ફ્લેટની બારીમાંથી બંડલો ફેંક્યા

ભુવનેશ્વરના: ઓડિશાના પાટનગર ભુવનેશ્વર(Bhuvneshwar)ના એક રહેણાંક વિસ્તારમાં આજે રૂ.500ની ચલણી નોટોનો વરસાદ થયો હતો, લોકોએ જોયું કે એક અપાર્ટમેન્ટની બારીમાંથી કોઈ નોટ બહાર ફેંકી રહ્યું છે. બાદમાં જાણ થઇ હતી કે આ અપાર્ટમેન્ટના માલિક રાજ્ય સરકારના ચીફ એન્જીનીયર વૈકુંઠનાથ સારંગી(Baikuntha Nath Sarangi)ને ત્યાં વિજિલન્સ વિભાગના દરોડા પડ્યા છે, જેને કારણે ચીફ એન્જીનીયર ગેરકાયદે એકઠા કરેલ પૈસા નીચે ફેંકી રહ્યા છે.
વિજિલન્સ વિભાગે રાજ્ય સરકારના ચીફ એન્જીનીયર વૈકુંઠનાથ સારંગીના નિવાસસ્થાન સહિત સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા, વિજિલન્સ વિભાગે દરોડામાં કુલ ₹2.1 કરોડથી વધુની રોકડ કબજે કરી છે. ચીફ એન્જીનીયર પાસે અપ્રમાણસર સંપત્તિ હોવાની શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા હતાં.
વિજિલન્સ વિભાગના અધિકારીઓ દરોડા પાડવા પહોંચ્યા, ત્યારે વૈકુંઠનાથ સારંગીએ ગભરાઈને રોકડના બંડલ તેમના ફ્લેટની બારીમાં ફેંકવા લાગ્યા હતાં. વિજિલન્સ વિભાગના અધિકારીઓ સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ વધારી દીધું હતું. બંડલ જમીન પર પડ્યા અધિકારીઓએ બંડલો બેગમાં પેક કર્યા અને પછી રોકડની ગણતરી કરવામાં આવી.
વીડિયોમાં સોશિયલ મીડિયા પર વાયરલ:
સર્ચ ઓપરેશન સમયના કેતાલ્ક વીડિયોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે, એક વિડીયોમાં અધિકારીઓને રોકડના ઢગલા ગણતા જોઈ શકાય છે, જ્યારે એક વિડીયોમાં છાપરા પર 500 રૂપિયાની ચલણી નોટ પડેલી જોવા મળે છે.
Today , on the allegation of possession of disp. assets by Sri Baikuntha Nath Sarangi, Chief Engineer, RW Division, Odisha, house searches are on by #Odisha #Vigilance at 7 locations. Approx Rs 2.1 Crore cash recovered so far from his house at Bhubaneswar (1 Cr) & Angul (1.1 Cr). pic.twitter.com/j0H344OiqA
— Odisha Vigilance (@OdishaVigilance) May 30, 2025
આઠ ડેપ્યુટી સુપ્રિટેંડેંટ ઓફ પોલીસ, 12 ઇન્સ્પેકટર અને છ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટરની ટીમોએ અંગુલના વિજિલન્સના સ્પેશિયલ જજ દ્વારા જાહેર કરેલા સર્ચ વોરંટના આધારે આ દરોડા પાડ્યા હતાં. અધિકારીઓએ કરાડાગડિયા (અંગુલ)માં એક બે માળના ઘર, દુમડુમા (ભુવનેશ્વર)માં એક ફ્લેટ અને સિઉલા (પીપિલી, પુરી)માં એક ફ્લેટ સહીત અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતાં.
આપણ વાંચો: બિહારમાં ઓપરેશન સિંદૂર મુદ્દે પીએમ મોદીની ગર્જના, કહ્યું આતંકવાદ વિરુદ્ધ લડત ચાલુ જ રહેશે
સારંગીના ભુવનેશ્વર સ્થિત ફ્લેટમાંથી 1 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા અને અંગુલ સ્થિત તેમના નિવાસસ્થાનેથી 1.1 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. અધિકારીઓએ રોકડ ગણવા માટે કેસ કાઉન્ટીંગ મશીનોનો ઉપયોગ કરવો પડ્યો હતો.