બચપન બચાવોઃ મધ્યપ્રદેશમાં દારૂની ફેક્ટરી પર દરોડા, 58 Child labourersને બચાવાયા

રાયસેન (મધ્યપ્રદેશ): અહીંના જિલ્લામાં એક દારૂની ફેક્ટરીમાંથી 39 છોકરા અને 19 છોકરી મળીને કુલ 58 બાળ મજૂરને બચાવવામાં આવ્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPPR)એ સ્વૈચ્છિક કાર્ય સંઘ ‘બચપન બચાવો આંદોલન’ (BBA) સાથે મળીને દારૂની ફેક્ટરી સોમ ડિસ્ટિલરી સામે પગલાં લીધાં હતા. બીબીએએ જણાવ્યું કે એનસીપીસીઆરના અધ્યક્ષ પ્રિયાંક કાનૂનગોના નેતૃત્વ હેઠળની ટીમે સોમ ડિસ્ટિલરીમાંથી 58 બાળ મજૂર (19 છોકરીઓ અને 39 છોકરાઓ)ને બચાવ્યા હતા.
આ પણ વાંચો: મોરબીના વર્ષામેડી ગામે તળાવમાં નહાવા પહેલા 3 બાળકોના મોત, જિલ્લામાં એક જ સપ્તાહમાં બીજી ઘટના
તેમાં કહેવામાં આવ્યું છે કે બાળકોના હાથે કેમિકલ્સ અને આલ્કોહોલના સંપર્કમાં આવવાને કારણે બળી ગયા હતા. તેઓને તેમના મેનેજર દ્ધારા દરરોજ એક સ્કૂલ બસમાં લઈ જવામાં આવતા હતા અને દિવસમાં 12-14 કલાક કામ કરતા હતા.
સોશિયલ મીડિયા ‘એક્સ’ પર એક પોસ્ટમાં મુખ્ય પ્રધાન મોહન યાદવે કહ્યું કે દારૂની ફેક્ટરી પર દરોડો ગંભીર બાબત છે. યાદવે લખ્યું, “શ્રમ, આબકારી અને પોલીસ વિભાગો પાસેથી વિગતવાર માહિતી મેળવ્યા પછી યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ‘બાળકો ઘરમાં એકલા હતા, અને DDAએ બુલડોઝર વડે ઘર તોડી પાડ્યું…’, રેટ હોલ માઇનરનું છલકાયું દર્દ
બીબીએના ડિરેક્ટર મનીષ શર્માએ જણાવ્યું હતું કે દારૂ અને કેમિકલ્સની દુર્ગંધ અસહ્ય હતી. બાળકો દરરોજ આટલા લાંબા કલાકો સુધી આ સ્થિતિમાં કામ કરે તે અકલ્પનીય છે. અમે કંપની સામે કડક પગલાં લેવાની અપીલ કરીએ છીએ.