નેશનલ

અનુરાગ ઠાકુરના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું “જે ઓબીસી, દલિત અને પછાતની વાત કરે તેને ગાળ ખાવી પડે”

નવી દિલ્હી: આજે મંગળવારે લોકસભાના ચોમાસુ અને બજેટ સત્ર દરમિયાન ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ચર્ચામાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવ પણ કૂદી પડ્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું કે જેમની જાતિની જ ખબર નથી તેઓ જાતિ ગણતરીની વાત કરે છે, આ નિવેદનથી ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.

ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીની જાતિ પર ઉઠાવેલા સવાલોને લઈને લોકસભામાં હોબાળો મચી ગયો હતો. બજેટ પર ભાષણ દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું કે જેમની જાતિની જ ખબર નથી તેઓ જાતિ ગણતરીની વાત કરે છે. અનુરાગ ઠાકુરના આ નિવેદનથી વિપક્ષી સાંસદો ખૂબ નારાજ થઈ ગયા અને હંગામો મચાવવા લાગ્યા. જો કે અનુરાગ ઠાકુરે પોતાના બચાવમાં કહ્યું કે તેણે કોઈનું નામ નથી લીધું.

રાયબરેલીના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અનુરાગ ઠાકુરે મારી મને ગાળ દીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ગમે તેટલું મારું અપમાન કરો પરંતુ જાતિ ગણતરી ચાલુ રહેશે. આ દેશમાં જે પણ ઓબીસી, દલિત આદિવાસી અને પછાતની વાત કરે તેને ગાળ ખાવી પડે છે.

આ પણ વાંચો: બજેટ સત્રમાં બજાર રેન્જબાઉન્ડ થવાની ધારણાં, વિદેશી ફંડોના વલણ અને અમેરિકાના જીડીપી ડેટા પર નજર

જેટલી ગાળ દેવી હોય તેટલી ગાળ મને આપો મને કઈ ફરક નથી પડતો. જેમ મહાભારતમાં અર્જુનને માછલીની આંખ દેખાઈ રહી હતી, તેવી જ રીતે હું મારું લક્ષ્ય જોઈ શકું છું. અમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરીને બતાવીશું.

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે એવો સવાલ પણ ઉઠાવ્યો કે જાતિ કેવી રીતે પૂછી શકાય? અખિલેશે અધ્યક્ષને કહ્યું- તેઓ (અનુરાગ ઠાકુર) મંત્રી રહી ચૂક્યા છે. તેઓ એક મોટા નેતા છે.

મોટી મોટી વાતો કરતા હતા. દુર્યોધન-શકુની સુધી પહોંચી ગયા. તમે જાતિ કેવી રીતે પૂછી શકો? તમે પૂછો અને તમારી જાતિ બતાવો. તમે જાતિ વિશે કેવી રીતે પૂછ્યું? અખિલેશે કહ્યું કે તમે જાતિ પૂછી શકતા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button