પેટાચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનું નિવેદન કહ્યું "ભાજપે ગૂંથેલ ડર અને ભ્રમની જાળ તૂટી" | મુંબઈ સમાચાર
નેશનલ

પેટાચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનું નિવેદન કહ્યું “ભાજપે ગૂંથેલ ડર અને ભ્રમની જાળ તૂટી”

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી બાદ ઘેરી નિંદ્રામાંથી જાગેલા વિપક્ષને સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં મળેલી સફળતા બાદ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પે

ટાચૂંટણીમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે સૌથી વધુ ચાર-ચાર બેઠકો જીતી છે જ્યારે ભાજપને માત્ર બે બેઠકો પર જ સફળતા મળી છે. આમ આદમી પાર્ટી, ડીએમકે અને અપક્ષોએ એક-એક સીટ જીતી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ દ્વારા ગૂંથેલ ડર અને ભ્રમની જાળ તૂટી ચૂકી છે.

આ પણ વાંચો: વિધાનસભાની પેટાચૂંટણી: વિપક્ષોની યુતિએ દસ, ભાજપે બે અને અપક્ષે એક બેઠક જીતી

રાહુલ ગાંધીએ તેમના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે સાત રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દિધુ છે કે ભાજપ દ્વારા ગૂંથેલ ડર અને ભ્રમની જાળ તૂટી ચૂકી છે. ખેડૂતો, યુવાનો, મજૂરો, વેપારીઓ અને નોકરીયાત સહિત દરેક વર્ગ સરમુખત્યારશાહીનો સંપૂર્ણ નાશ કરવા અને ન્યાયનું શાસન સ્થાપિત કરવા માંગે છે. જનતા હવે તેમના જીવનની સુધારણા અને બંધારણની રક્ષા માટે I.N.D.I.A.ની સાથે સંપૂર્ણ રીતે ઉભી છે. જય હિન્દુસ્તાન, જય સંવિધાન.

લોકસભા ચૂંટણી બાદ બુધવારે ના રોજ સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. આ તમામ બેઠકો પર આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી (Bypolls Result) શરૂ થઈ ગઈ છે. 13 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં NDAને મોટો ઝટકો લાગ્યો છે. બંગાળની ચાર બેઠકોમાંથી ટીએમસીએ ત્રણ બેઠકો જીતી છે, જ્યારે એક બેઠક પર તેની લીડ છે. એ જ રીતે હિમાચલમાં કોંગ્રેસે બે બેઠકો જીતી છે જ્યારે ભાજપે એક બેઠક જીતી છે.

ધ્યપ્રદેશમાં ભાજપના ઉમેદવાર આગળ છે. બિહારની રૂપૌલી સીટ પરથી અપક્ષો આગળ ચાલી રહ્યા છે. તમિલનાડુમાં ડીએમકેના ઉમેદવારને લીડ મળી છે, જ્યારે પંજાબમાં AAPને જીત મળી છે.

Back to top button