નેશનલ

ફેક્ટ હોય તો સામે રાખો નહીં તોઃ નિર્મલા સીતારમણ હુલ ગાંધી પર થયા લાલઘૂમ, શું કહ્યું જાણો

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે બજેટ રજૂ કર્યું છે. આ બજેટના પીએમ મોદી સહિત એનડીએના નેતાઓ ખૂબ જ વખાણ કર્યાં છે. સત્તાપક્ષના નેતાઓ વખાણ કર્યાં છે, પરંતુ સામે વિપક્ષ દ્વારા એટલી જ આલોચના કરવામાં આવી છે. આ દરમિયાન હવે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને બજેટના અનેક મુદ્દાઓ પર વિસ્તારથી વિગતો આપી છે. આ સાથે રાહુલ ગાંધીને પણ જવાબ આપ્યો છે. ચાલો જાણીએ શું બોલ્યા કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ…

કેન્દ્રીય નાણા પ્રધાને રાહુલ ગાંધીને આપ્યો જવાબ

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો છે કે, દેશમાં યુવાનો પાસે નોકરી નથી અને મેન્યુફેક્ચરિંગમાં પણ ધડાકો થયો છે. આ અંગે કેન્દ્રીય નાણા પ્રધાને જવાબ આપ્યો છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, મને નથી ખબર કે, તેઓ કયા કોર્સ કરેક્શનની વાત કરી રહ્યાં છે. આપણી અર્થવ્યવસ્થા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. જે ક્ષેત્રો પર આંતરરાષ્ટીય દબાણ વધ્યું છે તે ક્ષેત્રને આગળ વધારવા માટે માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો : બજેટ 2026: આગામી 10 વર્ષમાં 120 નવા શહેરમાં શરૂ થશે હવાઈ સેવા, જાણો ‘UDAN’ યોજનાનો માસ્ટર પ્લાન

બજેટમાં કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવી?

કેન્દ્રીય નાણા પ્રધાને રાહુલ ગાંધીના તમામ દાવાઓને ફગાવી દીધા છે. કેન્દ્રીય નાણા પ્રધાનનું કહેવું છે કે, આ બજેટમાં દરેક ક્ષેત્રનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. નાણા પ્રધાનના કહ્યાં પ્રમાણે આ બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગો, કાપડ, ચામડું, ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા લોકો, ખેડૂતો અને મૂલ્યવર્ધન, મહિલા ઉદ્યોગસાહસિકો માટે ઘણી જુદી જુદી યોજનાઓ લાવવામાં આવી છે. જેના કારણે દેશની આર્થિક વૃદ્ધિને ગતિ મળવાની છે.

બજેટ અંગે રાહુલ ગાંધી શું કહ્યું હતું?

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો આ બજેટમાં સામાન્ય વર્ગને કોઈ લાભ આપવામાં આવ્યો નથી. આપણી અર્થવ્યવસ્થાને વૈશ્વિક ઝટકો મળ્યો છે, તેને નકારી ના શકાય! લોકોની ઘરેલું બચત પણ ઓછી થઈ હી છે, ખેડૂતો સંકટમાં છે, યુવાનોને રોજગારી નથી મળી રહી. રાહુલ ગાંધીએ આ કેન્દ્રીય બજેટે ભારત સામેના વાસ્તવિક સંકટ પ્રત્યે આંખ આડા કાન કર્યા છે.

આ પણ વાંચો : બજેટઃ શહેરી વિકાસ માટે માસ્ટર પ્લાન, રૂ. 5,000 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ

ફેક્ટ પર વાત કરવી હોય તો હું જવાબ આપીશઃ નાણાં પ્રધાન

નાણા પ્રધાને કહ્યું કે, ‘જો તમે રાજકીય આલોચના કરવા માંગો છે તો તમારું સ્વાગત છે, કૃપા કરીને તે કરો, પરંતુ જો તેમે ફેક્ટ આપવા માંગો છે જેના પર તમે વાત કરી રહ્યાં છો તો તેના પર હુ જવાબ આપવા માટે તૈયાર છું’. એટલે કે રાહુલ ગાંધીને ફેક્ટ પર વાત કરવા માટે નિર્મલા સીતારમણે કહ્યું છે. નાણા પ્રધાનનો દાવો એવો છે કે, આ બજેટ થકી વિકાસની ગતિને તેજ કરવામાં આવશે, જેના કારણે અર્થવ્યવસ્થા વધારે મજબૂત બનશે. આ બજેટમાં ઈકોસિસ્ટમ, ઉત્પાદકતામાં સુધારો અને રોજગારી વધારવાની દિશામાં પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

દરેક શહેરોને વાર્ષિક 1 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે

21મી સદી એટલે ટેક્નોલોજીની સદી છે, જેનું બજેટમાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને સામાન્ય માણસને ફાયદો પહોંચાડવા માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. દરેક શહેરોને વાર્ષિક 1 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. જેથી ટિયર 2 અને ટિયર 3 શહેરો પર વિશેષ ધ્યાન રાખવામાં આવશે. રિસર્ચ અને તાલીમ કેન્દ્રો સાથે સેમીકન્ડક્ટર મિશનનો બીજો તબક્કો શરૂ થશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : બજેટમાં કરદાતાને રાહત હવે ટેક્સ ચોરી કેસના નહિ જવું પડે જેલ, દંડ ભરીને મામલો ઉકેલી શકાશે

રેર અર્થ કોરિડોર સ્થાપિત કરવાની જાહેરાતા

વિશ્વ હવે રેર અર્થ ક્ષેત્રમાં ગતિ કરી રહ્યું છે, તેવામાં ભારત પણ રેર અર્થ કોરિડોર સ્થાપિત કરશે અને ભારતને જે વસ્તુની જરૂરી છે તેની વસ્તુઓ અહીં જ બની શકે. એટલા માટે રેર અર્થ કોરિડોર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પછી ભારતે કોઈ અન્ય દેશ પર આશ્રિત રહેવું પડશે નહીં. નાણા પ્રધાને કહ્યું કે, આપણે એ રાજ્યોની ઓળખ કરી લીધી છે, જ્યા રેર અર્થ કોરિડોર સ્થાપિત કરવામાં આવી શકે છે. જેમાં ઓડિસા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ રાજ્ય મુખ્ય છે. આ એ રાજ્યો છે જ્યાં રેર અર્થ સૌથી વધારે જથ્થામાં છે. ભારતની અર્થવ્યવસ્થાને વધારે પ્રબળ કરવા માટે રેર અર્થ એક શ્રેષ્ઠ માધ્યમ સાબિત થઈ શકે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button