નેશનલમનોરંજન

જ્યારે પીએમ મોદી અનંત-રાધિકાને આશિર્વાદ આપી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી…..

દેશભરના સમાચારોમાં અને સોશિયલ મીડિયા પર દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અને રાધિકા મરચન્ટના લગ્નની જ ચર્ચા ચાલી રહી છએ. તેમના લગ્ન પહેલાની ઉજવણી, લગ્નની ઉજવણી અને આશિર્વાદ સમારોહ વગેરેના ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આદરમિયાન રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

રાહુલ ગાંધીના વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે દેશભરની મોટી હસ્તીઓ અંબાણીના ફંક્શનમાં બિઝી છે, ત્યારે કૉંગ્રેસના આ દિગ્ગજ નેતા દાયકાના સૌથી ભવ્ય લગ્ન છોડી દિલ્હીના કેફેમાં પિઝા ખાઇ રહ્યા છે. રાહુલ ગાંધી વાદળી રંગના ટી-શર્ટમાં કેફેની અંદર બેઠેલા જોવા મળે છે. જોકે, આ વીડિયો પર કોઇ તારીખની માહિતી મળતી નથી, પણ આ વીડિયો પર બધા નેટિઝન્સનું ધ્યાન ગયું છે. લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે એવું તે શું કારણ છે કે રાહુલ ગાંધીએ મુંબઇના આટલા ભવ્ય સ્ટાર સ્ટડેડ લગ્ન છોડી દીધા.

https://twitter.com/i/status/1812210852042572052

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને શનિવારે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના “શુભ આશીર્વાદ” સમારોહમાં હાજરી આપી હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણીએતેમનું સ્વાગત કર્યું હતું અને તેમને સ્ટેજ પર લઇ ગયા હતા. અનંત અને રાધિકાએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કરી તેમના આશિર્વાદ પણ લીધા હતા.

આ પણ વાંચો : કૃપા કરીને માફ કરજો…. નીતા અંબાણીએ કોની માફી માગી! વાયરલ થયો વીડિયો

જોકે, એમ માનવામાં આવે છે કે મોદીના કાર્યકાળમાં રાહુલ ગાંધીએ તેમના પર અદાણી અને અંબાણીને ફાયદો કરાવી આપવાની નીતિ ઘડવાનો વારંવાર આક્ષેપ કર્યો છે અને વારંવાર વિવાદ ખડો કર્યો છે. તેમ છતાં પણ અંબાણીએ દરિયા દિલ રાખીને દિલ્હી જઇને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને લગ્ન માટેનું આમંત્રણ આપ્યું હતું, પણ હવે તેઓ કયા મોઢે અંબાણીના લગ્ન સમારોહમાં ભાગ લે! તેથી જ દુનિયા જ્યારે અંબાણીની ભવ્યતામાં ઝૂમી રહી હતી ત્યારે રાહુલ ગાંધી દિલ્હીના કેફેમાં લોકોથી દૂર પીઝા ખાઇ રહ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button