નેશનલ

આજે બાબા કેદારનાથના શરણે પહોંચશે રાહુલ ગાંધી

દહેરાદૂન: વિધાનસભા ચૂંટણીના વ્યસ્ત પ્રચાર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી તેમનો ત્રણ દિવસીય કેદારનાથ પ્રવાસ શરૂ કરશે. રાહુલ ગાંધી અહીં બે દિવસ રોકાશે. આ રાહુલ ગાંધીની અંગત યાત્રા છે. રાહુલ ગાંધી બપોરે 12:15 વાગ્યે દિલ્હીથી દેહરાદૂન જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યારબાદ 12:30 વાગ્યે એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ જવા રવાના થયા હતા. નોંધનીય છે કે રાહુલ ગાંધી બે દિવસની કેદારનાથ ધામની મુલાકાતે છે.

કેદારનાથ ધામમાં રુદ્રાભિષેક કરવાની સાથે રાહુલ ગાંધી પૂજા કરશે અને પછી ભક્તો અને પૂજારીઓને પણ મળશે. કેદારનાથમાં બે દિવસ રોકાયા બાદ તેઓ મંગળવારે બપોરે દિલ્હી પરત ફરશે. કોંગ્રેસ નેતાએ કોંગ્રેસના સમર્થકોને અપીલ કરી છે કે આ મુલાકાત તેમની અંગત મુલાકાત છે અને કોઈ તેમને મળવા ન આવે.


ઉત્તરાખંડ કોંગ્રેસે ટ્વિટર પર આ અંગે માહિતી આપતા લખ્યું હતું કે, ‘રાહુલ ગાંધી બાબા કેદારનાથના દર્શન કરવા ઉત્તરાખંડ આવી રહ્યા છે. આ તેમની અંગત આધ્યાત્મિક યાત્રા છે, પાર્ટીના તમામ કાર્યકર્તાઓને વિનંતી છે કે તેઓ આ અંગત યાત્રાનું સન્માન કરે અને તેમને એકાંતમાં આ યાત્રા પૂર્ણ કરવાનો મોકો આપે. તમે બધા તેમનું મનથી સમર્થન કરી શકો છો અને આગલી વખતે તમારા પ્રિય નેતાને મળી શકો છો. જય શ્રી કેદાર!’


આ પહેલા પણ રાહુલ ગાંધી કેદારનાથની મુલાકાત લઈ ચૂક્યા છે. 2013ની દુર્ઘટના બાદ તેઓ કેદારનાથ આવ્યા હતા અને પગપાળા યાત્રા પૂર્ણ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button