લોકસભા ચૂંટણીઃ પ્રચાર કરતા કરતા રાહુલ ગાંધી પડ્યા બીમાર હવે…
રાંચીઃ લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) પ્રચારમાં એક સ્થળેથી બીજે સ્થળે જતા નેતાઓએ પોતાના સ્વાસ્થ્ય અને અવાજનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. આ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી શીખવા જેવું છે. રાહુલ ગાંધી પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે, પરંતુ અચાનક તેઓ બીમાર પડતા તેમણે રાંચીની રેલમાં ન આવવાનું પસંદ કર્યું છે જ્યારે 72 વર્ષની ઉંમરે મોદીની સ્ફૂર્તિ યુવાનોને પણ શરમાવી દે તેવી છે.
જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કહ્યું કે રાહુલ ગાંધી આજે સતના અને રાંચીમાં ચૂંટણી પ્રચાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, જ્યાં ભારત ગઠબંધનની રેલી યોજાઈ રહી છે. પરંતુ તેઓ અચાનક બીમાર પડી ગયા છે અને હાલ નવી દિલ્હીની બહાર જઈ શકતા નથી.
પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે રાજકીય પક્ષોએ બીજા તબક્કા માટે પ્રચાર શરૂ કરી દીધો છે. આજે ઝારખંડની રાજધાની રાંચીમાં વિપક્ષી ગઠબંધન પાર્ટીઓની રેલી છે. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની તબિયત અચાનક બગડી હતી, જેના કારણે તેઓ હવે રેલીમાં ભાગ લઈ શકશે નહીં.
પાર્ટીના નેતા જયરામ રમેશે આ જાણકારી આપી રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સતનામાં જાહેર સભાને સંબોધિત કર્યા પછી રાંચીની રેલીમાં ચોક્કસપણે હાજરી આપશે.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેમની પત્ની કલ્પના સહિત વિપક્ષી ગઠબંધનના નેતાઓના ફોટાવાળા પોસ્ટર છે.