નવી દિલ્હીઃ એક તરફ લોકસભા અને રાજ્યસભામાં PM Modi કૉંગ્રેસ પર ત્રાટકી રહ્યા છે ત્યારે બીજી બાજુ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા ( Bharat jodo Nyay Yatra) દરમિયાન વડા પ્રધાન અને મોદી સરકાર પર વાર કરે છે. હવે ફરી તેમણે PM Modiની જાતિ પર ટીપ્પણી કરી નાખી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. મોદીજી ઓબીસી (OBC) માં જન્મ્યા નથી. તેઓ તેલી સમાજમાંથી આવે છે. ભાજપે વર્ષ 2000માં તેમની જાતિને ઓબીસી બનાવી હતી. મતલબ કે મોદી જન્મથી ઓબીસી નથી, તેમનો જન્મ થયો ત્યારે તેમની જાતિ જનરલ કેટેગરીમાં જ હતી. તે દુનિયા સમક્ષ ખોટું બોલી રહ્યો છે કે તેનો જન્મ ઓબીસીમાં (OBC) થયો હતો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતિ પર પ્રહારો કર્યા છે. ઓડિશામાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી OBC જન્મ્યા નથી, તેઓ સામાન્ય જાતિમાં જન્મ્યા છે. પરંતુ ભાજપ વડાપ્રધાનનો જન્મ ઓબીસી જાતિમાં થયો હોવાનું કહીને લોકોને મૂર્ખ બનાવે છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, હું જાણું છું કે તેઓ (PM મોદી) OBC નથી, કારણ કે તેઓ કોઈ OBCને અપનાવતા નથી. તેઓ જાતિની વસ્તી ગણતરી નહીં કરે, કારણ કે તે OBC નથી. કરોડોના કપડા પહેરે છે અને પોતાને ગરીબ અને ફકીર કહે છે. સવારે તે નવો ડ્રેસ પહેરે છે, સાંજે તે નવો ડ્રેસ પહેરે છે, અને દરરોજ તે નવો ડ્રેસ પહેરે છે, તેવી ટીકા તેમણે કરી હતી.
તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ક્યારેય ખેડૂત કે મજૂરનો હાથ પકડશે નહીં. તેઓ માત્ર અદાણીનો હાથ પકડશે. અગાઉ રાહુલ ગાંધીએ ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો દેશમા જાતિ આધારિત વસતિ ગણતરી કરશે તેમ પણ કહ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને