“રેવન્નાએ કર્યું એ સેક્સસ્કેન્ડલ નથી, સામુહિક બળાત્કાર છે ! પીએમ અને અમિત શાહે દેશની….” કર્ણાટકમાં બોલ્યા રાહુલ ગાંધી
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના શિવમોગામાં એક જનસભાને સંબોધતા કહ્યું હતું કે દેશમાં INDI ગઠબંધનની સરકાર બની રહી છે. તેમણે ગરીબો અને મહિલાઓ માટેની યોજનાઓની વાત કરી હતી. રાહુલ ગાંધીએ આ સભામાં JD(s) નેતા રેવન્નાનાં વિદેશ ભાગી જવા પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને વડાપ્રધાન મોદી અને અમીત શાહે દેશની મહિલાઓની માફી માંગવાની માંગ કરી હતી.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના શિવમોગામાં એક જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે દરેક ગરીબ પરિવારની યાદી બનાવવામાં આવશે, જેમાં એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે અને તે મહિલાના બેંક ખાતામાં વર્ષે એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું, “દર મહિને તમારા બેંક ખાતામાં 8,500 રૂપિયા જમા કરવામાં આવશે… અમે પહેલા નોકરી પાકી યોજના અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ. તમને એક વર્ષ માટે નોકરી મળશે, દર મહિને 8,500 રૂપિયા તમારા બેંક ખાતામાં જશે, દર વર્ષે 1 લાખ રૂપિયા આપવામાં આવશે અને દેશના તમામ સ્નાતકોને સારી ગુણવત્તાની તાલીમ મળશે.
રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં પીએમ મોદી અને અમિત શાહ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “રેવન્નાએ જે કર્યું તે સેક્સ સ્કેન્ડલ નથી પણ સામૂહિક બળાત્કાર છે! કર્ણાટકમાં મંચ પરથી વડાપ્રધાન તે બળાત્કારીનું સમર્થન કરી રહ્યા હતા અને તેના માટે વોટ માંગી રહ્યા હતા. આ પાપ માટે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના દરેક નેતાએ દેશની દરેક મહિલાની હાથ જોડીને અને માથું નમાવીને માફી માંગવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે, “બળાત્કારીઓને ભારતમાંથી ભગાડી દેવામાં આવશે – આ છે મોદીની ગેરંટી! પ્રજ્વલ રેવન્નાએ સેંકડો મહિલાઓ પર બળાત્કાર કર્યો, તેમ છતાં પીએમ મોદીએ તેમને જર્મની જતા રોક્યા નહીં. પીએમ મોદી પાસે તમામ મશીનરી છે, છતાં બળાત્કારીને જર્મની જવા દીધો – આ છે ‘મોદીની ગેરંટી’. ભ્રષ્ટ નેતા હોય કે સામૂહિક બળાત્કારી, ભાજપ તેને બચાવશે.”