ટોપ ન્યૂઝનેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

Rahul Gandhi એ પહેલા સેનામાં કામ કરવું જોઇએ: વી.કે.સિંહ

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અગ્નિવીર યોજનાને(Agniveer Yojana) લઈને લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024) વચ્ચે રાજકીય રેલીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વચન આપ્યું છે કે ઇન્ડી ગઠબંધન સરકાર સત્તામાં આવ્યા બાદ તેઓ દેશમાં અગ્નિવીર યોજનાનો અંત લાવશે. આ સમગ્ર મુદ્દા પર કેન્દ્ર સરકારના મંત્રી અને ભારતીય સેનાના પૂર્વ જનરલ વીકે સિંહે રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા છે. વીકે સિંહે તો રાહુલ ગાંધીને સેનામાં કામ કરવાની સલાહ પણ આપી છે.

શું છે સમગ્ર વિવાદ?

જેમાં 22 મેના રોજ હરિયાણાના મહેન્દ્રગઢમાં એક રેલીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ અગ્નિવીર યોજનાને નાબૂ કરવાનું વચન આપ્યું હતું. રાહુલે આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે ભારતીય સૈનિકોને મજૂર બનાવી દીધા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હરિયાણા અને અન્ય રાજ્યોના યુવાનો ભારતની સરહદો સુરક્ષિત કરે છે.

અમે આ યોજનાને કચરાપેટીમાં નાખીશું – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારે ભારતીય સૈનિકોને મજૂર બનાવી દીધા છે. 4 જૂન પછી જ્યારે ઈન્ડી ગઠબંધન સરકાર સત્તામાં આવશે ત્યારે અગ્નિવીર યોજનાના ટુકડા કરીને તેને ડસ્ટબીનમાં ફેંકી દેવામાં આવશે. અમે તેને નાબૂદ કરી નાખીશું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકાર કહી રહી છે કે દેશમાં બે પ્રકારના સૈનિક હશે – એક સામાન્ય સૈનિક જેના પરિવારને પેન્શન, દરજ્જો અને અન્ય તમામ સુવિધાઓ મળશે. જ્યારે બીજો – એક ગરીબ પરિવારનો પુત્ર જેનું નામ અગ્નિવીર છે. જેને ના શહીદનો દરજ્જો મળશે કે ન તો પેન્શન કે અન્ય કોઈ સુવિધાઓ.

રાહુલે સેનામાં કામ કરવું જોઈએ : વીકે સિંહ

અગ્નિવીર યોજનાને લઈને રાહુલ ગાંધીના આ નિવેદનો પર જનરલ વીકે સિંહે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું- “હું રાહુલ ગાંધીને સલાહ આપવા માંગુ છું કે તેઓ પહેલા ભારતીય સેનામાં કામ કરે અને પછી અગ્નિવીર યોજના વિશે કોઈ નિવેદન આપે. જો તેઓ આર્મી વિશે કંઈ જાણતા નથી તો તેમણે આવા નિવેદનો ન આપવા જોઈએ.”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ