રાહુલ ગાંધીએ વરસાદમાં ભીંજાતા ગાયું રાષ્ટ્રગીત, સોશિયલ મીડિયા પર તસવીર વાઇરલ | મુંબઈ સમાચાર

રાહુલ ગાંધીએ વરસાદમાં ભીંજાતા ગાયું રાષ્ટ્રગીત, સોશિયલ મીડિયા પર તસવીર વાઇરલ

નવી દિલ્હી : દેશભરમાં 79 સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ પાર્ટી અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ તિરંગો લહેરાવ્યો હતો.

આ દરમિયાન કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જોકે, આ સમયે વરસાદ પડી રહ્યો હતો. તેમજ રાહુલ ગાંધીએ વરસાદમાં ભીંજાતા આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.

આપણ વાંચો: સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ દેશને સંબોધ્યો, પીએમ મોદીએ શું કહ્યું?

આઝાદીના અમૂલ્ય વારસાનું ગૌરવની રક્ષા આપણી ફરજ

જોકે, ધ્વજ વંદન દરમિયાન મહત્વની વાત એ હતી કે તિરંગો એટલો ઉંચો લગાવ્યો હતો કે તેને રિમોટની મદદથી ફરકાવવો પડ્યો હતો. રાહુલ ગાંધીએ એક્સ પર દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી.

તેમણે લખ્યું કે, મહાન સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનથી મળેલી આ આઝાદી એક એવા ભારતના નિર્માણનો સંકલ્પ છે.જેમાં સત્ય અને સમાનતાના પાયા પર ન્યાય હોય અને દરેકના મનમાં સન્માન અને ભાઈચારો હોય. આઝાદીના અમૂલ્ય વારસાનું ગૌરવ અને સન્માનની રક્ષા કરવી આપણી ફરજ છે. જય હિન્દ જ્ય ભારત ..

આપણ વાંચો: ગુજરાતના ત્રણ સરપંચને નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ

પ્રિયંકા ગાંધીએ પણ શુભેચ્છા પાઠવી

આ ઉપરાંત કોંગ્રેસ નેતા અને સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ એક્સ પર દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું લાખો નાયકોએ અગણિત બલિદાન આપીને દેશને આઝાદી અપાવી હતી. આપણને લોકતંત્ર, ન્યાય, સમાનતા અને એકતાનો રાષ્ટ્રીય સંકલ્પ સોંપ્યો છે. એક વોટના સિધ્ધાંતથી સમૃદ્ધ જનતંત્ર આપ્યું. જય હિન્દ , જય ભારત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશ આજે 79મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 12 મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. તેમજ સમગ્ર દેશને સંબોધિત કરીને અનેક જાહેરાતો કરી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button