Baba Siddique death: રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું, આજે રાત્રે થશે દફનવિધિ
મુંબઈ: ગઈ કાલે શનિવારે રાત્રે એનસીપી (અજીત પાવર જૂથ) નેતા બાબા સિદ્દીકી(Baba Siddique)ની મુંબઈના બંદ્રામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે રાજ્યના રાજકારણ અને બોલિવૂડમાં આઘાતનો માહોલ છે. આજે રવિવારે 7 વાગ્યે બાબા સિદ્દીકીની નમાઝ-એ-જનાઝા વિધિ કરવામાં આવશે. આ વિધિ મકબા હાઇટ્સ, 15A, પાલી રોડ, પાલી નાકા, બાંદ્રા (વેસ્ટ) ખાતે કરવામાં આવશે. મરીન લાઇન્સ સ્ટેશનની સામે આવેલા બડે કબ્રસ્તાનમાં આજે રાત્રે 8:30 કલાકે દફનવિધિ કરવામાં આવશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બાબા સિદ્દીકીના દુઃખદ અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “બાબા સિદ્દીકી જીનું દુઃખદ અવસાન અત્યંત આઘાતજનક અને દુઃખદ છે. આ મુશ્કેલ સમયમાં મારી ભાવના તેમના પરિવાર સાથે છે.”
| Also Read: Baba Tarsem Singh’s murder: પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી અમરજીત સિંહ ઠાર, અન્ય આરોપી ફરાર
રાહુલ ગાંધીએ આ ઘટનાને મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા ગણાવી હતી, તેમણે કહ્યું કે “આ ભયાનક ઘટના રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના સંપૂર્ણ નિષ્ફળતા દર્શાવે છે. સરકારે આની જવાબદારી લેવી જોઈએ અને ન્યાય સુનિશ્ચિત કરવો જોઈએ.”
શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ ટ્વીટ કર્યું કે, ‘બાબા સિદ્દીકીજીની હત્યા ચોંકાવનારી છે. અમે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ દર્શાવે છે. વહીવટ, કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે.’
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કર્યું, ‘મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીનું દુઃખદ અવસાન આઘાતજનક છે. દુઃખની આ ઘડીમાં હું તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ન્યાય સુનિશ્ચિત થવો જોઈએ, અને વર્તમાન મહારાષ્ટ્ર સરકારે સંપૂર્ણ અને પારદર્શક તપાસનો આદેશ આપવો જોઈએ. ગુનેગારોને વહેલી તકે સજા મળવી જોઈએ.’
| Also Read: કહેવાનું ઘણું છે, પણ…એમ કહી Baba Siddiqueએ Congress સાથેનો છેડો ફાડ્યો
ફિલ્મ એક્ટર રિતેશ દેશમુખે કહ્યું કે, બાબા સિદ્દીકી જીના દુઃખદ અવસાન વિશે જાણીને હું ખૂબ જ દુખી છંો અને આઘાતમાં છું. મારી સંવેદના તેમની અને સમગ્ર પરિવાર સાથે છે, ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે. આ જઘન્ય અપરાધના ગુનેગારોને કડક સજા આપવી જોઈએ.