Sambhal Violence : રાહુલ ગાંધીએ હિંસા માટે ભાજપ સરકારને જવાબદાર ગણાવી, શાંતિ માટે અપીલ કરી
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદમાં રવિવારે સર્વે દરમિયાન થયેલી હિંસા(Sambhal Violence)પર હવે રાજકારણ ગરમાયું છે. આ હિંસામાં ચાર લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં સર્વેનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ મામલે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે એક્સ પર લખ્યું છે કે “ઉત્તર પ્રદેશના હાલના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઝડપી કાર્યવાહીભર્યું વલણ દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા અને ફાયરિંગ જે લોકોએ સ્વજનોને ગુમાવ્યા છે તેમનાં પ્રત્યે મારી સંવેદના
સુપ્રિમ કોર્ટને આ મામલે ઝડપથી હસ્તક્ષેપ કરવા વિનંતી
રાહુલ ગાંધીએ એકસ પર વધુમાં લખ્યું છે કે “વહીવટીતંત્રએ કોઇ પણ પક્ષને સાંભળ્યા વિના અસંવેદનશીલતાથી કાર્યવાહીએ માહોલ બગાડયો અને અનેક લોકોના મૃત્યુની કારણ બની. જેની માટે ભાજપ સરકાર સીધી રીતે જવાબદાર છે. ભાજપ સત્તાનો ઉપયોગ હિંદુ-મુસ્લિમ વચ્ચે ભાગલા પાડીને ભેદભાવ પેદા કરવા કરે છે. હું સુપ્રિમ કોર્ટને આ મામલે ઝડપથી હસ્તક્ષેપ કરવા અને ન્યાય આપવા વિનંતી કરું છું. મારી અપીલ છે કે શાંતિ અને પરસ્પર સૌહાર્દ જાળવી રાખો. આપણે સૌએ સાથે મળીને એ સુનિશ્ચિત કરવું પડશે કે ભારત સાંપ્રદાયિકતા અને નફરતના નહીં પણ એકતા અને બંધારણના
માર્ગે આગળ વધે.”
Also Read – Sambhal Violence: સપા સાંસદ અને MLAના દીકરા વિરુદ્ધ FIR નોંધાઈ; ષડ્યંત્ર રચવાનો આરોપ
સંભલ તાલુકામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હિંસા બાદ પ્રવર્તી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સંભલ તાલુકામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને સોમવારે ધોરણ 12 સુધીની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય જિલ્લામાં ભારતીય ન્યાયિક સંહિતા (BNS) 163 હેઠળ 30 નવેમ્બર સુધી પ્રતિબંધિત આદેશ લાદવામાં આવ્યો છે. જે અંતર્ગત 30મી નવેમ્બર સુધી જિલ્લામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.