રાહુલ ગાંધીની ગાંધીગીરીઃ રાજનાથ સિંહ પાસે દોડીને આવ્યા ને…
નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જોકે અલગ અલગ મુદ્દે સત્રનું કામ ખોરંભાતું રહે છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને ઉદ્યોગપતિ જ્યોર્જ સોરાસનો મુદ્દો બન્ને પક્ષે ગરમાયો છે. ભાજપ અને કૉંગ્રેસ એકબીજા પણ આક્ષેપો કરે છે.
આ સાથે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનગર વિરુદ્ધ નોટિસ બહાર પાડી છે. આ બધા મામલાઓને લઈ સંસદભવનમાં શોર ચાલ્યા કરે છે.
દરમિયાન કૉંગ્રેસ સહિતના વિરોધપક્ષો મોટેભાગે સંસદભવનની બહાર નારાબાજી કરે છે. થોડા દિવસો પહેલા મોદી-અદાણીના સંબંધો સામે આક્ષેપો કરવા રાહુલ ગાંધી સહિતના નેતાઓ એવા ટીશર્ટ પહેરીને આવ્યા હતા ત્યારે આજે વિરોધપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીએ ગાંધીગીરી છેડી છે.
આજે જ્યારે વિપક્ષ સંસદભવનની બહાર હંગામો કરી રહ્યો હતો ત્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સંસદમાં જવા માટે પોતાની કારમાંથી ઉતરી આવી રહ્યા હતા. આ સમયે રાહુલ અચાનક તેની પાસે દોડીને આવ્યા હતા અને તેમને એક ફૂલ અને ભારતનો ઝંડો આપ્યો હતો.
લોકસભાની ચૂંટણી બાદ પેટા ચૂંટણીમાં વાયનાડથી પ્રિયંકા ગાંધી પણ સાંસદ બન્યા છે, આથી બન્ન ગાંધી ભાઈબહેન સાંસદ તરીકે સરકાર સામે બાંયો ચડાવે છે.
આપણ વાંચો: લોકસભામાંથી કોંગ્રેસના 14 સાંસદ સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ
જોકે બીજી બાજુ વિપક્ષોના ઈન્ડિયા ગઠબંધનમાં ભારે હંગામો ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીની નેતાગીરી સામે સવાલો ઉઠ્યા છે અને મમતા બેનરજીને કમાન સોંપવાના સૂચનો થઈ રહ્યા છે.