અલીગઢ: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi) શુક્રવારે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લા(Aligarh)માં પહોંચ્યા હતા અને હાથરસ નાસભાગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને મળ્યા હતા. તેઓ સવારે જ દિલ્હીથી અલીગઢ અને હાથરસ જવા રવાના થયા હતા. લગભગ 7.30 વાગ્યે, રાહુલ ગાંધી અલીગઢના પીલખાના ગામમાં પહોંચ્યા, જ્યાં તેઓ પીડિત પરિવારોને મળ્યા અને તેમનું દુઃખ સાંભળ્યું. મંગળવારે હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગમાં 121 લોકો માર્યા ગયા હતા.
રાહુલ ગાંધીનો અલીગઢમાં પીડિતોના પરિવારજનોને મળી રહ્યા હોય એવો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઇ રહ્યો છે. તસ્વીરોમાં રાહુલ ગાંધી બેસીને પીડિત પરિવારના સભ્યો સાથે વાત કરતા અને તેમની સમસ્યાઓ સાંભળતા જોઈ શકાય છે. રાહુલ ગાંધી જ્યાં બેઠા છે તેની આસપાસ લોકોની ભીડ ઉભી છે, જેમાં મહિલાઓ અને બાળકો પણ જોવા મળે છે. કોંગ્રેસના નેતાઓ દરેકની વાત ધ્યાનથી સાંભળી રહ્યા છે અને તેમના પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે.
રાહુલ અલીગઢમાં કાજલના ઘરે પહોંચ્યા હતા, જેની માતા અને ભાઈનું હાથરસ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. હાલ કાજલ હાલ શોકમાં છે, તેણે આયોજકો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી કરી હતી. પીડિત પરિવારોએ કહ્યું છે કે રાહુલ ગાંધીએ તેમને કહ્યું હતું કે તેઓ મદદ કરશે. રાહુલ પણ પીડિતોને સાંત્વના આપતા જોવા મળ્યા હતા.
રાહુલ નાસભાગની ઘટનામાં ભોગ બનેલા પ્રેમવતી દેવીના પરિવારને પણ મળ્યા, પ્રેમવતીને ચાર પુત્રો છે, જેમને રાહુલ મળ્યા અને તેમની પીડા વિશે જાણ્યું. પ્રેમવતીના પુત્ર બિજેન્દ્રએ જણાવ્યું કે માતા છેલ્લા 9 વર્ષથી સત્સંગમાં જાય છે. આ વખતે નાસભાગમાં તેણે જીવ ગુમાવ્યો હતો. ગામના કેટલાક લોકો પણ માતા સાથે ગયા હતા. અમારી જગ્યાએથી એક ઓટો જતી રહી હતી. માતા એ જ ઓટોમાં ગયા હતા. અમને કહેવામાં આવ્યું કે ઓટો અકસ્માત થયો છે.
રાહુલ ગાંધીનેને મળ્યા બાદ પીડિત પરિવારની એક મહિલાએ કહ્યું, “તેમણે અમને કહ્યું છે કે તે પાર્ટી દ્વારા અમને મદદ કરાશે, તેમણે અમને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું. અમે તેમને કહ્યું કે કેવી રીતે બેદરકારી કરવામાં આવી.”
પીડિતાના પરિવારજનોને મળ્યા બાદ કોંગ્રેસના નેતાઓ ત્યાંથી રવાના થયા હતા. તેમણે હાથ જોડીને ત્યાં ઉભેલા લોકોનું અભિવાદન પણ સ્વીકાર્યું. અલીગઢ બાદ રાહુલ હાથરસ પહોંચ્યા અને ત્યાં પણ પીડિતોને મળ્યા.
Also Read –