નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

રાહુલ ગાંધી ફરી વાયનાડથી લડી શકે છે ચૂંટણી, કોણ છે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો, જાણો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે દેશના તમામ રાજકીય પક્ષો તેમના ઉમેદવારો જાહેર કરવામાં લાગ્યા છે. જો કે કોંગ્રેસ પાર્ટીએ હજું સુધી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. જો કે રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે આગામી એક-બે દિવસમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોનું પહેલું લિસ્ટ આવશે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ વખતે રાહુલ ગાંધી અમેઠીથી નહીં પણ કેરળના વાયનાડથી જ ચૂંટણી લડી શકે છે. તેઓ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં અમેઠીથી વર્તમાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા, પરંતુ વાયનાડથી જીત્યા હતા.

પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી કઈ બેઠક પરથી ચૂંટણી લડશે? આ અંગે કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. જો કે, રાજકીય વર્તુળોમાં એવી અટકળો છે કે તે યુપીના રાયબરેલીથી સામાન્ય ચૂંટણી લડશે.

આ દિગ્ગજોને મળી શકે છે ટિકિટ

યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયને પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ટિકિટ આપી શકે છે. જ્યારે સુપ્રિયા શ્રીનેત ઉત્તર પ્રદેશની મહારાજગંજ બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરી શકે છે. કોંગ્રેસ ચાંદની ચોકથી અલકા લાંબા, ઉત્તર પૂર્વ દિલ્હીથી અરવિંદર સિંહ લવલી અને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ઉદિત રાજને ટિકિટ આપી શકે છે.

હરિયાણાની વાત કરીએ તો કોંગ્રેસ અંબાલાથી કુમારી શૈલજા, રોહતકથી દીપેન્દ્ર હુડ્ડા, ભિવાની-મહેન્દ્રગઢથી શ્રુતિ ચૌધરી અને ગુડગાંવથી કેપ્ટન અજય સિંહ યાદવ પર દાવ લગાવી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને જાલોરથી ટિકિટ આપવામાં આવી શકે છે. ટોંકથી સચિન પાયલટ, ભીલવાડાથી સીપી જોશી અને કોટા બુંદીથી શાંતિ ધારીવાલને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button