ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ રાહુલ ગાંધી પાસે માત્ર 55,000ની રોકડ, જાણો કેટલી છે સંપત્તિ?

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે કેરળના વાયનાડ લોકસભાની બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતી વખતે રાહુલ ગાંધીએ સોગંદનામું આપ્યું છે, જેમાં હાલના તબક્કે 55,000 રુપિયાની રોકડ ધરાવે છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાહુલ ગાંધીની કુલ આવક 1.02 કરોડ હતી.

રાહુલ ગાંધીએ રજૂ કરેલા સોગંદનામા અનુસાર તેમના નામે બેંકમાં 26.65 લાખ રુપિયાની ડિપોઝિટ છે, જ્યારે શેરબજારમાં 4.33 કરોડનું રોકાણ છે. રાહુલ ગાંધીએ મ્યુચ્યુઅલ ફંડમાં 3.81 કરોડનું રોકાણ છે, જ્યારે સોવરેન ગોલ્ડ બોન્ડમાં 15.1 લાખ રુપિયા છે. ઉપરાંત, કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રાહુલ ગાંધી પાસે 4.2 લાખ રુપિયાની જ્વેલરી છે.


આ પણ વાંચો:
વાયનાડથી ઉમેદવારીપત્ર ભર્યા પછી રોડશોમાં રાહુલ ગાંધીએ કહી મોટી વાત, જો અમારી સરકાર બની તો…

આ ઉપરાંત, રાહુલ ગાંધીના નામે એનએસએસ, પોસ્ટલ સેવિંગ અને ઈન્શયોરન્સ પોલીસમાં લગભગ 61.52 લાખ રુપિયાની ડિપોઝિટ છે. રાહુલ ગાંધીની પાસે કુલ સંપત્તિ 20.38 કરોડની છે. જોકે, રાહુલ ગાંધી પાસે 49.79 લાખનું દેવું પણ છે. અહીં એ જણાવવાનું કે રાહુલ ગાંધીએ 2004માં ચૂંટણી લડ્યા હતા, ત્યારે તેમની પાસે કુલ 55 લાખની સંપત્તિ હતી.

2019માં લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે તેમની કુલ સંપત્તિ પંદર કરોડની છે, જ્યારે તેમના પર 72 લાખની લોન હતી. છેલ્લા પાંચ વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં લગભગ પાંચ કરોડનો ફાયદો થયો છે.


આ પણ વાંચો:
કૉંગ્રેસ અધ્યક્ષે ફરી ભૂલ કરી નાખી, રાહુલ ગાંધીના શરીરના ટૂકડા કરી નાખ્યા

ઉલ્લેખનીય છે કે વાયનાડથી બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 2019માં મોટા માર્જિનથી ચૂંટણી જત્યા હતા. ઉમેદવારીપત્ર નોંધાવ્યા પહેલા રાહુલ ગાંધીએ રોડ શો કર્યો હતો, ત્યારે તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button