બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને મળી મોટી રાહત, જાણો કોર્ટે શું કહ્યું?

પુણેઃ હિન્દુત્વ વિચારધારા ધરાવતા વી. ડી. સાવરકર પર કથિત વાંધાજનક ટિપ્પણી કરવાના બદનક્ષીના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કોર્ટની સુનાવણીમાં હાજર રહેવાથી વિશેષ અદાલતે કાયમી રાહત આપી હતી.
હવે રાહુલ ગાંધીને કોર્ટની કોઇ પણ સુનાવણીમાં હાજર રહેવાની જરૂર નથી. આ અંગેની અરજી તેમના વકીલે ગયા મહિને જ કરી હતી. સાવરકરના સંબંધી દ્વારા નોંધવામાં આવેલા બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને પહેલાથી જામીન મળ્યા છે.
આપણ વાંચો: બદનક્ષીના કેસઃ બોમ્બે હાઈ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને આપી રાહત
આ ઉપરાંત, વિશેષ અદાલતે નોંધ્યું હતું કે તેઓ લોકસભાના વિપક્ષ નેતા છે અને તેમને અનેક બેઠકોમાં હાજર રહેવાનું હોય છે. આ સિવાય તેઓ ‘ઝેડ-પ્લસ સિક્યોરિટી’ પણ ધરાવે છે. જો તેઓ સુનાવણીમાં હાજર રહેશે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ થઇ શકે છે. તેથી કોર્ટ તેમને સુનાવણીમાં હાજર રહેવામાંથી કાયમી રાહત આપે છે, એમ ચુકાદામાં જણાવાયું હતું.