નેશનલ

વડા પ્રધાનના ગઢમાં રાહુલ ગાંધીએ કર્યો 12 કિમી લાંબો રૉડ શૉ, જાણો શું કહ્યું

વારાણસીઃ ઉત્તર પ્રદેશના વારાણસીમાં આજે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તારમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીના નેતૃત્વમાં યાત્રા શનિવારે વારાણસી પહોંચી હતી. તેમણે અહીં બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતા. તે 2022ની યુપી વિધાનસભા ચૂંટણી દરમિયાન કાશી વિશ્વનાથ મંદિર પણ આવ્યા હતા, ત્યારે પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હતા. પરંતુ આ વખતે નાદુરસ્ત તબિયતના કારણે તે ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લઈ શક્યા નહીં.

રાહુલ ગાંધીએ 12 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. તે શહેરના ગોલગડા વિસ્તારથી શરૂ થયો હતો, જે મૈદાગીન, જ્ઞાનવાપી, ગોદૌલિયા થઈને માંડુવાડીહ ગયો હતો. તેમણે ગોદૌલિયામાં લોકોને સંબોધિત કર્યા હતા. રાહુલે કહ્યું કે અમે 4,000 કિલોમીટર લાંબી ભારત જોડો યાત્રા કરી હતી. યાત્રા દરમિયાન ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓ અને મહિલાઓને મળી હતી. તે બધા મને મળ્યા અને તેમની પીડા જણાવી. હું બીજેપી-આરએસએસના લોકોને પણ ઘણી જગ્યાએ મળ્યો, પરંતુ આખી યાત્રા દરમિયાન મને ક્યાંય નફરત દેખાઈ નહીં. ભારત પ્રેમનો દેશ છે, નફરતનો નહીં. દેશ ત્યારે જ મજબૂત બને છે જ્યારે બધા એક થઈને કામ કરે.

કોંગ્રેસ સાંસદે કહ્યું કે ભારત બે ભાગમાં વહેંચાયેલું છે, એક મૂડીવાદીઓનો દેશ છે, બીજો ગરીબો, ખેડૂતો અને મજૂરોનો દેશ છે. જીએસટીએ ગરીબ માણસને મારી નાખ્યો. મૂડીવાદીઓથી લઈને ગરીબો સુધી દરેક એક સરખો ટેક્સ ચૂકવે છે; ગરીબોને પણ નોટબંધીનો માર સહન કરવો પડે છે. બેરોજગારી અને મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. પરંતુ ભાજપના લોકો આ વિશે વાત કરતા નથી અને આ દેશને કેટલાક મૂડીવાદીઓના હાથમાં આપી દીધો છે, જેની સામે અમે અવાજ ઉઠાવીએ છીએ. મણિપુરથી મહારાષ્ટ્ર સુધીનો પ્રવાસ ભારતને એક કરવા અને ગરીબોને ન્યાય આપવાનો છે. હું તેમના મુદ્દાઓ પર આગળ વધી રહ્યો છું. રાહુલની ન્યાય યાત્રા વારાણસી પછી ભદોહીમાં પ્રવેશ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button