Rahul Gandhi માનહાનિ કેસમાં બેંગલુરુ કોર્ટમાં હાજર રહેશે
બેંગલુરુ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) બેંગલુરુ કોર્ટમાં તેમની વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિ કેસમાં હાજર થવા માટે બેંગલુરુ જવા રવાના થયા છે. રાહુલ ગાંધીને આજે બેંગલુરુ કોર્ટમાં હાજર થવાનું છે. આ મામલો ગત વિધાનસભા ચૂંટણીથી સંબંધિત છે જેમાં રાહુલ ગાંધીએ તત્કાલિન સીએમ બસવરાજ બોમાઈ પર કમિશનનો આરોપ લગાવ્યો હતો.તેની બાદ ભાજપ નેતાઓએ તેમની સામે કેસ દાખલ કર્યો હતો.
ડીકે શિવકુમાર અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ આરોપી
આ કેસમાં કોંગ્રેસના નેતા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ આરોપી છે. જો કે કોર્ટે બંનેના જામીન મંજૂર કર્યા છે. આજે રાહુલ ગાંધી પણ કોર્ટના દર વખતે હાજર થવામાંથી મુકિતની માંગ કરશે. જ્યારે કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું છે કે આ રાજકીય રીતે પ્રેરિત મામલો છે. આ કેસનો કોઈ અર્થ નથી.
રાહુલ કોંગ્રેસના સાંસદોને પણ મળશે
રાહુલ ગાંધીની હાજરી દરમિયાન કોર્ટ પરિસરમાં કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે કોંગ્રેસે કાર્યકર્તાઓને કોર્ટની નજીક એકઠા ન થવાની અપીલ કરી છે. પાર્ટીએ કહ્યું રાહુલ ગાંધી કોર્ટના હાજરી આપ્યા બાદ ક્વીન્સ રોડ પરના ભારત જોડો ભવનમાં રાજ્યના નવા ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદો સાથે ચર્ચા કરશે. આ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પણ ઉપસ્થિત રહેશે.
શું હતો સમગ્ર મામલો ?
આ સમગ્ર કેસ કર્ણાટક ભાજપે કોંગ્રેસ પર મુખ્ય અખબારોમાં ખોટી જાહેરાતો આપવાનો આરોપ લગાવ્યો હતો. આ જાહેરાતમાં રાજ્યની તત્કાલિન ભાજપ સરકાર પર 2019-2023 દરમિયાન તેના શાસન દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર જાહેરાત પોસ્ટ કરી
ભાજપે તેની ફરિયાદમાં કહ્યું હતું કે કોંગ્રેસે તમામ જાહેર કાર્યોમાં 40 ટકા કમિશન લેવાનો આરોપ લગાવીને અગાઉની સરકાર વિરુદ્ધ ‘કરપ્શન રેટ કાર્ડ’ પણ પ્રકાશિત કર્યું હતું. ફરિયાદીએ કોંગ્રેસ પાર્ટી પર અગાઉની ભાજપ સરકાર વિરુદ્ધ બદનક્ષીભર્યું અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો, ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમના એકાઉન્ટ પર આ “અપમાનજનક જાહેરાત” પોસ્ટ કરી હતી.
Also Read –