જાતિ આધારિત વસ્તી ગણતરીઃ આરએસએસની યોજના હોવાનો રાહુલ ગાંધીનો દાવો

હરિયાણાના અસંધમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખેડૂતો અને યુવાનોના મુદ્દાઓ પર રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે હરિયાણાના યુવાનો અમેરિકા કેમ જઈ રહ્યા છે?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જાતિ ગણતરી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, “ચૂંટણી પંચમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના લોકો ઇડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓમાં ભાજપના લોકો. અહીં તમને ગરીબ લોકો અને અન્ય જાતિના લોકો જોવા નહીં મળે, તેથી જ અમે જાતિ ગણતરીની માંગણી કરી રહ્યા છીએ.
ભાજપના લોકો બંધારણ પર હુમલો કરી રહ્યા છે. અમે તેમને ભારતમાં કોની કેટલી વસ્તી છે તે તપાસવાનું કહીએ છીએ. આરએસએસ કહે છે કે જાતિની વસ્તી ગણતરી થવી જોઈએ, પરંતુ અંદરથી ઈન્કાર કરે છે. તમને ગરીબ પછાત વ્યક્તિ કોઈ મોટા હોદ્દા પર જોવા નહીં મળે.”
આ પણ વાંચો : ‘તમારી ત્રણ પેઢી આવી જાય, તો ય કલમ 370 પાછી નહીં આવે’, શાહનો રાહુલ ગાંધીને પડકાર
કોંગ્રેસ સાંસદે કહ્યું, “જ્યારે હું અમેરિકા ગયો હતો, ત્યારે મેં એક રૂમમાં ૧૫-૨૦ લોકોને સૂતા જોયા હતા. એક યુવકે મને કહ્યું કે તેમાંથી ઘણાએ અમેરિકા આવવા માટે ૩૦-૫૦ લાખ રૂપિયાની લોન લીધી છે અથવા જમીન વેચી દીધી છે. જ્યારે મેં તેમને કહ્યું કે તે આ જ પૈસાથી હરિયાણામાં બિઝનેસ શરૂ કરી શકે છે, ત્યારે તેમણે કહ્યું કે રાજ્યમાં આવું કરવું શક્ય નથી.”
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “જ્યારે હું કરનાલ ગયો હતો, ત્યારે મેં જોયું કે એક બાળક કમ્પ્યુટર પર બૂમો પાડીને તેના પિતાને વીડિયો કોલ દરમિયાન (યુએસથી) પાછા આવવાનું કહેતો હતો. હરિયાણા સરકારે રાજ્ય અને તેના યુવાનોને ખતમ કર્યા છે.”
રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, “આ લડાઈ હરિયાણાને બચાવવાની નથી, પરંતુ ભારતને બચાવવાની છે. દેશની તમામ સંસ્થાઓ આરએસએસને સોંપવામાં આવી છે, જેના પર નાગપુરનું સંપૂર્ણ નિયંત્રણ છે. તેમાં ભારતના ૯૦ ટકા લોકો માટે કોઈ જગ્યા નથી.”