પૂર્વ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા મુદ્દે કર્યો આવો કટાક્ષ | મુંબઈ સમાચાર
નેશનલ

પૂર્વ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા મુદ્દે કર્યો આવો કટાક્ષ

નાગપુરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અત્યારે વોટ ચોરી મુદ્દે બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ કરી રહ્યાં છે. ગઈકાલે આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હવે રાહુલ ગાંધી અને ‘વોટર અધિકાર યાત્રા’ મામલે કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધી વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચનો વિરોધ કરી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ કેટલાક રાજ્યોમાં વોટ ચોરી થઈ છે અને તે ભાજપ દ્વારા કરાવવામાં આવી છે તેવા દાવાઓ પણ કર્યાં છે. જેથી રાહુલ ગાંધીને આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કટાક્ષમાં જવાબ આપ્યો છે.

રાહુલ ગાંધીને વોટર અધિકાર યાત્રા જરૂર છે જ નહીં!: આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

આચાર્ય પ્રમોદ કૃષ્ણમનું કહેવું છે કે, રાહુલ ગાંધીને બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ કરવાની જરૂર છે જ નહીં. જેથી ચૂંટણીમાં કોઈ ફાયદો થવાનો નથી. અત્યારે તેમને યજ યાત્રા કરવાની જરૂર છે. એટલું જ નહીં પરંતુ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને ચોર કહ્યું તે મામલે આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે, જો ચૂંટણી પંચ ચોર છે તો રાહુલ ગાંધીએ લોકસભા સાંસદ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. એટલું જ નહીં પરંતુ હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં પણ સત્તામાં રહેવાનો અધિકાર નથી તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: શું બ્રાહ્મણ હોવું એ મોટો શ્રાપ છે ? આચાર્ય પ્રમોદ કૃષ્ણમએ આવું કોને કહી દીધું ?

રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીને ખતમ કરી નાખીઃ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ

પૂર્વ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમનું કહેવું છે કે, તમામ સાંસદોને ચૂંટણી પંચ દ્વારા જ જીતનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી વોટ ચોરીનો આરોપ તેમની માનસિક નાદારીને સાબિત કરે છે. વધુમાં કહ્યું કે, જો વ્યક્તિ પોતાના વડિલોનું સન્માન ના કરતો હોય, પોતાની સંસ્કૃતિનું સન્માન ના કરતો હોય, પોતાના દેશનું સન્માન ના કરતો હોય તે વ્યક્તિ કોઈ સંસ્થાનું કેવી રીતે સન્માન કરી શકે? આચાર્ય પ્રમોદ કૃષ્ણમે એક પછી એક આકરા પ્રહારો કર્યાં છે. પાર્ટી બાબતે કટાક્ષ કરતા કહ્યું કે, 150 વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસને રાહુલ ગાંધીએ માત્ર 15 વર્ષમાં પૂરી કરી નાખી છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધી અને સંજય રાઉત બીજું પાકિસ્તાન બનાવવા ઈચ્છે છેઃ કોંગ્રેસના પૂર્વ નેતાએ કર્યો મોટો આરોપ

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને આપ્યું સમર્થન

વિપક્ષી પાર્ટીઓ બાબતે કહ્યું કે, ‘વિપક્ષે રાહુલ ગાંધીને પોતાનો નેતા માની લીધા છે. તો હવે વિપક્ષના હાલ કેવા થશે? રાહુલ ગાંધીનું જે વર્તન છે, તેમની શબ્દાવલી છે અને જેવી તેમની જે હરકતો છે તેને જોતા એવું લાગે છે તે એક અસામાન્ય વ્યક્તિ છે’. આ દરમિયાન આચાર્ય પ્રમોદ કૃષ્ણમે આરએસએસના ભરપૂર વખાણ કર્યા હતા. એટલું જ નહીં પરંતુ એનડીએ દ્વારા જે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવે છે તેને સમર્થન આપ્યું છે અને વિપક્ષને પણ રાધાકૃષ્ણનને સમર્થન આપવા માટે અપીલ કરી છે. જો કે, એવું સ્પષ્ટ પણ કર્યું કે વિપક્ષ ક્યારે સીપી રાધાકૃષ્ણનને સપોર્ટ કરવાનું નથી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button