Rahul Gandhi ને માનહાનિના કેસમાં જામીન મળ્યા, જાણો શું છે સમગ્ર મામલો
બેંગલુરુ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને(Rahul Gandhi) કર્ણાટકની વિશેષ અદાલતે માનહાનિના કેસમાં જામીન આપ્યા છે. કર્ણાટક ભાજપના MLC કેશવ પ્રસાદે તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ સંબંધમાં રાહુલ ગાંધી શુક્રવારે કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન મળ્યા હતા. માનહાનિ કેસમાં કોર્ટમાં હાજર થવા માટે રાહુલ ગાંધી શુક્રવારે બેંગલુરુ પહોંચ્યા હતા.
ભાજપ સરકારે પ્રોજેક્ટમાં 40 ટકા કમિશન લીધું હતું
રાહુલ ગાંધી પર આરોપ છે કે, અગાઉની ભાજપ સરકારે પ્રોજેક્ટમાં 40 ટકા કમિશન લીધું હતું. આ અંગે જાહેરાતો પ્રસિદ્ધ કરીને ખોટો પ્રચાર કરવામાં આવ્યો હતો. કેશવ પ્રસાદે દલીલ કરી હતી કે ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન સિદ્ધારમૈયા અને શિવકુમારે લોકોને ગેરમાર્ગે દોરવા ખોટા આરોપો લગાવ્યા હતા, જેના માટે તેમની સામે IPCની કલમ 500 હેઠળ કાર્યવાહી થવી જોઈએ. ભાજપના કર્ણાટક એકમ દ્વારા ગયા વર્ષે રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલા અગ્રણી અખબારોમાં ‘બદનક્ષીભરી’ જાહેરાતો આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીને 7 જૂને કોર્ટમાં ફરજિયાત હાજર થવા નિર્દેશ
આમાં, રાજ્યની તત્કાલિન ભાજપ સરકાર પર 2019 થી 2023 સુધીના શાસન દરમિયાન મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ હતો. 1 જૂનના રોજ, કોર્ટે આ કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારને જામીન આપ્યા હતા તેઓ કોર્ટમાં હાજર થયા હતા. ન્યાયાધીશ કેએન શિવકુમારે રાહુલ ગાંધીને 7 જૂને કોર્ટમાં ફરજિયાત હાજર થવા નિર્દેશ આપ્યો હતો.
Also Read –