અફઘાન મંત્રીની પ્રેસ કોન્ફરન્સ મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી, કર્યા આ પ્રહાર...
નેશનલ

અફઘાન મંત્રીની પ્રેસ કોન્ફરન્સ મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી, કર્યા આ પ્રહાર…

નવી દિલ્હી : અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોના પ્રવેશ આપવામાં ન હતો આવ્યો. આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. આ અંગે પ્રિયંકા ગાંધી, મહુઆ મોઈત્રા, પી. ચિદમ્બરમ જેવા નેતા સહિત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે આ મુદ્દે પીએમ મોદીનું મૌન નારી શકિતના ખોખલા નારા ઉજાગર કરે છે.

મહિલાઓને એ સંદેશ આપો છો કે તમે સક્ષમ નથી

આ અંગે રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું કે, મોદીજી જયારે તમે જાહેર કાર્યક્રમમાં મહિલા પત્રકારોને બહાર રોકવાની મંજુરી આપો છો. ત્યારે તમે ભારતની દરેક મહિલાઓને એ સંદેશ આપો છો કે તમે સક્ષમ નથી. જયારે દેશમાં મહિલાઓને દરેક ક્ષેત્રના સમાનતાનો અધિકાર છે. આ ભેદભાવ પર તમારું મૌન નારી શકિતના ખોખલા નારા ઉજાગર કરે છે.

નવી દિલ્હીમાં અફઘાન દૂતાવાસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ નવી દિલ્હીમાં અફઘાન દૂતાવાસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં થોડા જ પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મહિલા પત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

અંતિમ નિર્ણય તાલિબાન અધિકારીઓએ લીધો હતો

સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય પક્ષે મહિલા પત્રકારોને અફઘાન અધિકારીઓને આમંત્રણ આપવાનું સૂચન કર્યું હતું, પરંતુ અંતિમ નિર્ણય તાલિબાન અધિકારીઓએ લીધો હતો. કાબુલમાં તાલિબાન શાસનની અગાઉ સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક દેશો દ્વારા મહિલાઓના અધિકારોને પ્રતિબંધિત કરવા બદલ આકરી ટીકા કરવામાં આવી છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button