ઈલેક્શન કમિશન સવારે ચાર વાગે ઊઠી મતદાર યાદીમાં કરે છે ગરબડઃ રાહુલે ફરી તાક્યું નિશાન | મુંબઈ સમાચાર
નેશનલ

ઈલેક્શન કમિશન સવારે ચાર વાગે ઊઠી મતદાર યાદીમાં કરે છે ગરબડઃ રાહુલે ફરી તાક્યું નિશાન

નવી દિલ્હીઃ લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી વૉટ ચોરીના આક્ષેપો સાથે સતત ઈલેક્શન કમિશન સામે મોરચો ખોલીને બેઠા છે. અગાઉ તેમણે પ્રેસ કોન્ફરન્સ દ્વારા ઈલેક્શન કમ કમિશન કઈ રીતે સમગ્ર પ્રક્રિયામાં ગેરરીતિ કરી ભાજપને મદદ કરે છે, તેવા આક્ષેપો કર્યા છે, ત્યારે ફરી તેમણે આ મામલે કમિશનને સાણસામાં લેવાનો પર્યત્ન કર્યો છે.રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપયોગ કરી જણાવ્યું કે સવારે ચાર વાગ્યે ઉઠવાનું, 26 સેકન્ડમાં 2 મતદારના નામ કાઢી નાખવાના અને ફરી ઊંઘી જવાનું. આ રીતે પણ વૉટ ચોરી થઈ છે.

અગાઉ રાહુલ ગાંધીએ અડધી કલાકનું પ્રેઝન્ટેશન બાવ્યું હતું. જેમાં તેણે ઈલેક્શન કમિશન પર આરોપ લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે ઈલેક્શન કમિશન એટલે કે ચોકીદાર જાગી રહ્યો છે અને ચોરી થતી રહે છે. તેમણે આરોપ પણ લગાવ્યો હતો કે ઈલેક્શન કમિશન ઈરાદાપૂર્વક કૉંગ્રેસના મતદારોના નામ ડિલીટ કરી રહ્યું છે.

રાહુલે વૉટ ચોરીના નામે રોજ નવા નવા આક્ષેપો લગાવ્યા છે. રાહુલે બિહારની ચૂંટણી પહેલા મતદાર યાદી અને અગાઉની ચૂંટણીમાં થયેલી કથિત ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો છે. તાજેતરમાં તેમણે જ્યારે મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરવાની વાત કરી ત્યારે ફરી ઈલેક્શન કમિશને પ્રતિસાદ આપતા જણાવ્યું છે કે હારુલ ગાંધીનો દાવો ખોટો છે. કોઈપણ નાગરિકનો મત ઑનલાઈન ડિલિટ કરી શકાતો નથી. જ્યારે પણ કોઈને મત ડિલિટ કરવાનો થાય ત્યારે સંબંધિત વ્યક્તિ સાથે વાત કર્યા બાદ જ થાય છે.

આ પણ વાંચો…Gen Z સંવિધાન બચાવશે: સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ લખી સ્ફોટક પોસ્ટ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button