નેશનલ

રાહુલ ગાંધીનો મોદી સરકાર પ્રહાર, કહ્યું UPSC ના બદલે RSSથી થઈ રહી છે ભરતી, અનામત છીનવવાનો પ્રયાસ

નવી દિલ્હી : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi)ફરી એકવાર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે UPSC દ્વારા હાથ ધરવામાં આવેલી ભરતીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ સરકાર યુપીએસને બદલે આરએસએસ દ્વારા મોટી જગ્યાઓ માટે ભરતી કરી રહી છે.

અનામત ખુલ્લે આમ છીનવાઈ રહ્યું

રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સંઘ જાહેર સેવા આયોગને બદલે ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં લેટરલ એન્ટ્રી દ્વારા મહત્વની જગ્યાઓ પર ભરતી કરીને SC,ST અને OBC કેટેગરીઓનું અનામત ખુલ્લે આમ છીનવાઈ રહ્યું છે.

ટોચના હોદ્દા પર વંચિતોને પ્રતિનિધીત્વ નથી મળતું

રાહુલ ગાંધીએ પોતાના જુની વાતને યાદ કરાવતા કહ્યું કે, મેં હંમેશા કહ્યું છે કે ટોપ બ્યૂરોક્રેસી સહિત ટોચના હોદ્દા પર વંચિતોને પ્રતિનિધિત્વ નથી મળતું. તેમાં સુધારો કરવાને બદલે તેમને લેટરલ એન્ટ્રી દ્વારા ટોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવી રહ્યા છે.

આ સામાજિક ન્યાયની પરિકલ્પનાને નુકસાન

મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે આ યુપીએસસીની તૈયારી કરી રહેલા પ્રતિભાશાળી યુવાનોના અધિકારો પર લૂંટ છે અને વંચિતો માટે આરક્ષણ સહિત સામાજિક ન્યાયની પરિકલ્પના માટે મોટો ફટકો છે. તેમણે કહ્યું કે કોર્પોરેટ્સના પ્રતિનિધિઓ નિર્ણાયક સરકારી હોદ્દાઓ પર કબજો જમાવીને કેવા કારનામા કરે છે તેનું આબેહૂબ ઉદાહરણ સેબી છે. જ્યાં ખાનગી ક્ષેત્રમાંથી આવતા વ્યક્તિને પ્રથમ વખત અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button