Rahul Gandhi રાયબરેલીમાં મૃતક દલિત યુવકના પરિવાર મળ્યા,પણ કોલકાતા વિષે બોલવાનું ટાળ્યું

રાયબરેલી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે મંગળવારે તેમના સંસદીય મતવિસ્તાર રાયબરેલી(Raebareli)ના નસીરાબાદમાં પહોંચ્યા હતા. નસીરાબાદમાં થોડા દિવસ પહેલા એક દલિત યુવકની હત્યા થઇ હતી, રાહુલ ગાંધી મૃતક યુવકના પરિવારને મળ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં હાજર તમામ લોકો ન્યાયની માંગ કરી રહ્યા છે, કારણ કે એક દલિત યુવકની હત્યા કરવામાં આવી છે. પરિવારને ધમકી આપવામાં આવી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે એક યુવકની હત્યા કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અહીંના એસપી માસ્ટર માઈન્ડ વિરુદ્ધ કાર્યવાહી નથી કરી રહ્યા, પરંતુ તેના સાગરીતોને જ પકડી રહ્યા છે. હું ઈચ્છું છું કે ઉત્તર પ્રદેશમાં દરેક વર્ગને સન્માન મળવું જોઈએ અને દરેકને ન્યાય મળવો જોઈએ. જ્યાં સુધી આ પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પાછળ હટવાના નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે હું ઈચ્છું છું કે ઉત્તર પ્રદેશના દરેક વર્ગના લોકોને સન્માન અને ન્યાય મળવો જોઈએ, તેથી જ હું અહીં આવ્યો છું. મેં તેની માતા સાથે વાત કરી તો તેણે કહ્યું કે તેનો પુત્ર વાળંદ છે. લગભગ 6-7 લોકો તેની પાસે આવતા હતા અને વાળ કપાવતા હતા પરંતુ પૈસા આપતા નહોતા, છેલ્લીવાર જ્યારે તેઓ આવ્યા ત્યારે તેણે પૈસા માંગ્યા હતા અને તેના ભાઈની હત્યા કરવામાં આવી હતી.
જયારે રાહુલ ગાંધીને કોલકાતા બળાત્કાર અને હત્યા કેસ વિષે પુછવામાં આવ્યું ત્યારે તેમણે ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું. તમણે કહ્યું કે દોષિતને ફાંસી આપવી એ કાયદાનું કામ છે. મેં કોલકાતા કેસ વિશે અગાઉ વાત કરી છે, હું ભવિષ્યમાં પણ વાત કરીશ. હાલ હું અત્યારે અહીં આવ્યો છું એટલે આ મુદ્દે જ વાત કરીશ
રાહુલ ગાંધી બપોરે લગભગ 1 વાગ્યે અમેઠી જિલ્લાના એરપોર્ટ પર ઉતર્યા અને ત્યાંથી રાયબરેલીના નસીરાબાદ જવા રવાના થયા, જ્યાં તાજેતરમાં જ એક દલિત યુવકની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. ગાંધીની સાથે અજય રાય અને કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
11 ઓગસ્ટે અનુજ પાસી (22) નામના દલિત યુવકની કેટલાક સ્થાનિક લોકો સાથેના વિવાદ બાદ કથિત રીતે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ સંબંધમાં અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Also Read –