ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની સંયુક્ત રેલીમાં હોબાળો, ભીડ બેકાબૂ થતા નાસભાગ મચી

પ્રયાગરાજ: ધોમધખતા તાપ વચ્ચે લોકસભા ચૂંટણી(Loksabha election)ને કારણે દેશમાં રાજકીય મહોલ ગરમ છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં I.N.D.I.A ગઠબંધનની એક જાહેર સભા યોજાવાની હતી, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ(Akhilesh Yadav) હાજરી આપવાના હતા, પરંતુ બેઠકમાં ભારે હોબાળો થતાં આ સભા રદ કરવામાં આવી હતી. સભામાં હાજરી આપવામાં આવેલા લોકોની ભીડ કાબૂ બહાર થઇ ગઈ હતી. ટોળાએ સ્ટેજની આસપાસ લગાવેલા બેરિકેડ્સને તોડી નાખ્યા હતા. રેલી સ્થળ પર નાસભાગનો માહોલ જોવા મળ્યો હતો.

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ આવતાની સાથે જ કાર્યકરો બેકાબૂ બની ગયા હતા. હોબાળો વધતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ભાષણ આપ્યા વિના જ સ્થળ પરથી નીકળી ગયા હતા. હોબાળામાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. હોબાળામાં મીડિયા કર્મચારીઓના કેમેરા સ્ટેન્ડ પણ તોડી નાખવામાં આવ્યા હતા. અગાઉ, રાંચીમાં પણ I.N.D.I.A. બ્લોકની બેઠકમાં હોબાળો થયો હતો.

રવિવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ પ્રયાગરાજમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકોને દેશમાં મજબૂત વડાપ્રધાન જોઈએ છે, લોકોએ કમળનું બટન દબાવીને પીએમ મોદીના હાથ મજબૂત કરવા જોઈએ. પ્રયાગરાજના સોરાઉનમાં એક જાહેર સભાને સંબોધતા અમિત શાહે કહ્યું કે I.N.D.I.A ગઠબંધન પાસે વડાપ્રધાન પદ માટે કોઈ ઉમેદવાર નથી. તેઓ પાંચ વર્ષમાં પાંચ વડાપ્રધાનો સાથે પ્રયોગ કરવાની તૈયારી કરી રહ્યા છે.

અમિત શાહે કહ્યું કે, શું તમે આવા લોકોને વોટ કરશો? સોનિયા ગાંધી ઈચ્છે છે કે તેમનો પુત્ર વડાપ્રધાન બને અને લાલુ પ્રસાદ યાદવ ઈચ્છે છે કે તેમનો પુત્ર મુખ્યપ્રધાન બને, આ જ તેમના જીવનનો એક માત્ર ઉદ્દેશ્ય છે. જો I.N.D.I.A ગઠબંધન સત્તામાં આવશે તો તેઓ ફરી એકવાર કલમ 370 પુનઃસ્થાપિત કરશે, ટ્રિપલ તલાક લાગુ કરશે અને CAA રદ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button