પાકિસ્તાનના હુમલામાં અનાથ થયેલા બાળકોના વહારે આવ્યા રાહુલ ગાંધી; શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે...

પાકિસ્તાનના હુમલામાં અનાથ થયેલા બાળકોના વહારે આવ્યા રાહુલ ગાંધી; શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે…

શ્રીનગર: ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને PoKમાં આવેલ આતંકવાદી ઠેકાણાંઓ પર ઓપરેશન સિંદૂર હાથ ધર્યા બાદ, પાકિસ્તાની સેનાએ ભારતના સરહદી વિસ્તારો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાના તોપમારાથી સૌથી વધુ અસર જમ્મુ અને કાશ્મીરના પૂંચ વિસ્તાર(Pakistani Shelling in Poonch)માં થઇ હતી.

અહેવાલ મુજબ પાકિસ્તાનના હુમલામાં પૂંચ જીલ્લામાં 15 જેટલા નાગરીકોના મોત થયા હતાં, ઘણાં બાળકોના માથેથી માતાપિતાનો આશરો છીનવાઈ ગયો હતો. હવે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પૂંચ જિલ્લા અનાથ બાળકોના વહારે (Rahul Gandhi to adopt children) આવ્યા છે, તેમને 22 બાળકોને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે.

અહેવાલ મુજબ ઓપરેશન સિંદૂર બાદ સરહદ પરના સંઘર્ષ દરમિયાન માતા-પિતા અથવા પરિવારના કમાનારા ગુમાવનારા 22 બાળકોના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ રાહુલ ગાંધી ઉઠાવશે. આ બાળકો ગ્રેજ્યુએશન પૂર્ણ કરે ત્યાં સુધી તેમને સહાય પૂરી પાડવામાં આવશે.

જમ્મુ અને કશ્મીરને કોંગ્રેસ નેતાએ એક અખબારને જણાવ્યું કે વિદ્યાર્થીઓ કોઈપણ ખલેલ વિના તેમનું પ્રાથમિક શિક્ષણ ચાલુ રાખી શકે એ માટે સહાયનો પ્રથમ હપ્તો આ અઠવાડિયે પહોંચાડવામાં આવશે.

રાહુલ ગાંધીની અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત:
નોંધનીય છે કે સરહદ પર સંઘર્ષ શાંત થયા બાદ રાહુલ ગાંધીએ મે મહિનામાં પૂંચ વિસ્તારની મુલાકાત લીધી હતી, દરમિયાન ગાંધીએ પક્ષના સ્થાનિક નેતાઓને અસરગ્રસ્ત બાળકોની યાદી તૈયાર કરવા કહ્યું હતું. ત્યારબાદ વિસ્તારમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, અને સરકારી રેકોર્ડની તપાસ કર્યા પછી બાળકોના નામોની યાદીને તૈયાર કરવામાં આવી હતી.

વિસ્તારની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી ક્રાઇસ્ટ પબ્લિક સ્કૂલમાં ભણતા બાળકોને મળ્યા હતાં. પાકિસ્તાનના હુમલામાં જીવ ગુમાવનાર 12 વર્ષના જોડિયા બાળકો ઉર્બા ફાતિમા અને ઝૈન અલી આ શાળામાં જ અભ્યાસ કરતા હતાં. શાળામાં બાળકો સાથે વાત કરીને રાહુલ ગાંધીએ બાળકોને સાંત્વના આપી હતી.

જેમણે જીવ ગુમાવનારાઓમાં વિહાન ભાર્ગવનો પણ સમાવેશ થાય છે, જે એક નાનો છોકરો હતો જેનું મોત છરાથી થયું હતું કારણ કે તેનો પરિવાર વધતી હિંસાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

આ પણ વાંચો…“ભારત હવે પાકિસ્તાનને ડોઝિયર નહીં, ‘ડોઝ’ આપશે”: અનુરાગ ઠાકુરનો હુંકાર, રાહુલ ગાંધીને આડેહાથ લીધા!

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button