આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભારતીયો માટે કરી એઆઈ ટૂલ્સના મફત સબ્સ્ક્રિપ્શનની માંગ | મુંબઈ સમાચાર
નેશનલ

આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ ભારતીયો માટે કરી એઆઈ ટૂલ્સના મફત સબ્સ્ક્રિપ્શનની માંગ

નવી દિલ્હી : સંસદના મોનસુન સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના રાજ્ય સભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ મોટી માંગણી કરી છે. રાઘવ ચઢ્ઢાએ સરકારને વિનંતી કરી છે કે ભારતના દરેક નાગરિકને ચેટજીપીટી, જેમિની, ક્લાઉડ અને અન્ય એઆઈ ટૂલ્સનું મફત સબ્સ્ક્રિપ્શન પૂરું પાડવામાં આવવું જોઈએ.

ઉત્પાદકતા વધારવા અને કિંમતી સમય બચાવવામાં મદદ

રાજ્ય સભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની વાત મુકતા જણાવ્યું હતું કે, સંયુક્ત આરબ અમીરાત, સિંગાપુર અને ચીન જેવા દેશોના આ નાગરિકોને ફ્રીમાં આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, એઆઈ એ માત્ર તકનીક નથી. પરંતુ મોટા સપના જોવા અને તેને સાકાર કરવાનો એક અવસર પણ છે. એઆઈ આપણા ખેડૂતો, સ્ટુડન્ટ, વેપારીઓ અને સીનીયર સિટીઝન માટે ઉપયોગી છે. તે ભારતની ઉત્પાદકતા વધારવા અને કિંમતી સમય બચાવવામાં મદદ કરશે.

આ પણ વાંચો: પાર્ટીથી દૂરી રાખી રહેલા રાઘવ ચઢ્ઢા વિશે કેજરીવાલ શું બોલ્યા જાણો…..

સબ્સ્ક્રિપ્શન પ્લાન ચેટજીપીટી ગો લોન્ચ કર્યો

ઉલ્લેખનીય છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરતી કંપની ઓપનએઆઈ એ ભારતમાં પોતાનો નવો સબ્સ્ક્રિપ્શન પ્લાન ચેટજીપીટી ગો લોન્ચ કર્યો છે. આ અત્યાર સુધીનો સૌથી સસ્તો પ્લાન છે, જેની કિંમત રૂપિયા 399 પ્રતિ માસ છે. કંપનીનું કહેવું છે કે આ ઓફર ખાસ કરીને ભારતીય યુઝર્સ માટે છે જેથી વધુ લોકો ઓછા ખર્ચે એઆઈનો લાભ લઈ શકે.આ પ્લાન હેઠળ, યુઝર્સને ફ્રી વર્ઝનની તુલનામાં 10 ગણા વધુ મેસેજ મોકલવાની અને 10 ગણા વધુ ફોટા જનરેટ કરવાની સુવિધા મળશે. આ ઉપરાંત તેનો રિસ્પોન્સ સમય ઓછો હશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button