નેશનલ

આંખના ઓપરેશન બાદ પ્રથમ વાર દેખાયા Raghav Chadha, સીએમ અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા

New Delhi : આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા(Raghav Chadha) શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તેમને મળવા પહોંચ્યા હતા. તેવો હાલમાં જ બ્રિટનમાં આંખનું ઓપરેશન કરાવ્યા બાદ ભારત પરત ફર્યા છે. AAPના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા તેમની આંખની સર્જરી માટે લાંબા સમયથી લંડનમાં હતા.ત્યારે તેમની સતત ગેરહાજરી પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. પરંતુ પાર્ટીએ કહ્યું હતું કે તેઓ સ્વસ્થ થતાં જ પરત ફરશે. ગયા મહિને, દિલ્હીમાં એક મંત્રીએ કહ્યું હતું કે રાઘવ ચઢ્ઢાને આંખની ગંભીર બીમારી છે તેથી તે સર્જરી માટે ગયા છે.

રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓમાંથી એક

રાઘવ ચઢ્ઢા એવા સમયે પરત આવ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીએ સ્વાતિ માલીવાલ અને કેજરીવાલના પીએ વિભવ કુમાર(Bibhav Kumar) પર સીએમ હાઉસમાં હુમલાના ગંભીર આરોપો લગાવ્યા છે. રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓમાંથી એક છે. તે વ્યવસાયે સીએ છે. રાજકારણમાં આવ્યા તે પૂર્વે રાઘવે ઘણી મોટી કંપનીઓમાં સીએ તરીકે કામ કર્યું હતું.

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે લગ્ન કર્યા

અન્ના આંદોલન પછી રાઘવ કેજરીવાલની નવી બનેલી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને ત્યારથી તેમને પાર્ટીમાં ઘણી મોટી જવાબદારીઓ નિભાવી છે. રાઘવ રાજ્ય કક્ષાના બેડમિન્ટન ખેલાડી પણ રહી ચૂક્યા છે અને 24 સપ્ટેમ્બર 2023 ના રોજ તેમણે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે લગ્ન કર્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button