રાધા અષ્ટમીનો પવિત્ર પર્વ દેશભરમાં ભક્તિભાવ સાથે ઉજવાયો, મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી

રાધા અષ્ટમીનો પવિત્ર પર્વ દેશભરમાં ખૂબ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશના વૃંદાવન ખાતેના રાધાબલ્લભ મંદિર અને રોબર્ટસગંજના બાંકે બિહારી મંદિરમાં આ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ હતી.
મંદિરોને ફૂલો, રંગબેરંગી લાઈટો અને બલૂનથી શણગારવામાં આવ્યા હતા. શ્રદ્ધાળુઓની ભીડે ભજન-કીર્તન અને પૂજા-અર્ચના સાથે રાધા રાનીના પ્રાગટ્ય દિવસને યાદગાર બનાવવામાં આવ્યો હતો. મથુરા નજીકના બરસાના ખાતે પણ આ ઉત્સવની ખાસ રોનક જોવા મળી.
આપણ વાંચો: માનસ મંથન : કળિયુગ જે હોય તે પણ આ કાળ ને આ કુંભનું પર્વ ખૂબ પવિત્ર છે, એમાં હરિ ભજો…
વૃંદાવનમાં ભક્તિમય માહોલ
વૃંદાવનના રાધાબલ્લભ મંદિરમાં રાધા અષ્ટમીની ઉજવણી બરસાનાની પરંપરા મુજબ થઈ. રાધા રાનીના વિગ્રહનો પંચામૃતથી મહાભિષેક કરવામાં આવ્યો, જે દરમિયાન “જય શ્રી રાધે” અને “રાધાબલ્લભ લાલ કી જય”ના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું. મંદિરને રંગબેરંગી ફૂલો અને લાઈટોથી શણગારવામાં આવ્યું હતું.
રાધા રાની, રાધાબલ્લભ લાલ અને લાલજીના દિવ્ય શૃંગાર સાથે ફૂલોના બંગલામાં છપ્પન ભોગ અર્પણ કરવા આવ્યો હતો. ભક્તોએ રાત્રિ સુધી દર્શન કરી ભક્તિનો આનંદ માણ્યો.
આપણ વાંચો: ક્ષમા, સંયમ અને તપસ્યાનો સમય: આવતીકાલથી પર્યુષણ પર્વનો પ્રારંભ
રોબર્ટસગંજમાં ધૂમધામથી ઉજવણી
રોબર્ટસગંજના રામલીલા મેદાન ખાતેના બાંકે બિહારી મંદિરમાં પણ રાધા અષ્ટમીનો પર્વ ભવ્ય રીતે ઉજવાયો. સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી. રાધા-કૃષ્ણની સંયુક્ત પૂજા દરમિયાન ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવાયું, અને રાધા રાનીનો લાલ ચંદન તથા લાલ ફૂલોથી શૃંગાર કરાયો.
ભક્તોએ રાધા ચાલીસા, રાધા સ્તોત્રનું પાઠન કર્યું અને હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કર્યો. રાધા રાનીને કેસરયુક્ત ખીર અને માખણ-મિશ્રીનો ભોગ ધરાવાયો.
આપણ વાંચો: દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરાશે, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
બરસાનાની પરંપરા અને ભજનોનો રંગ
વૃંદાવનમાં ગોપાલ પ્રકાશ ચંદ્ર ગોસ્વામી, યોગેશ મહારાજ અને પ્રથમ શર્માએ ગર્ભગૃહમાં વિશેષ પૂજા અને પંચામૃતથી અભિષેક કર્યો. ઘંટ-ઘડિયાળની ગૂંજથી મંદિરનું વાતાવરણ ભક્તિમય બન્યું. બપોરે બે વાગ્યે રાધા રાનીની મહાઆરતી થઈ, અને ભક્તોમાં પ્રસાદ વહેંચાયો.
ભજન ગાયક બલવીર પાંડે, હિત આશીષ અને હિત પ્રદીપના બધાઈ ગીતો પર મહિલા ભક્તો ઝૂમી ઉઠ્યા. રાધા રાનીના પ્રાગટ્યની ખુશીમાં ફળ, ફૂલ, મેવા, ટોફી અને લાડુની લૂંટ થઈ, જેને બાળકો અને મહિલાઓએ આનંદથી લૂંટી.