19 નવેમ્બર 2023 એટલે કે રવિવારે ઇમ્ફાલ એરપોર્ટ પર UFO જોવા મળ્યું હતું. સીઆઈએસએફના જવાનોએ તેને જોયા બોદ તરત જ સિવિલ એરક્રાફ્ટની ઉડાન રોકી દેવામાં આવી હતી. આ ઘટના બન્યા બાદ ભારતીય વાયુસેનાએ તરત જ તે UFOની શોધમાં તેના બે રાફેલ ફાઇટર જેટ મોકલ્યા હતા.
ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમ્ફાલ એરપોર્ટ પરથી એક નાગરિક અધિકારી તરફથી UFO જોવા અંગેનો સંદેશ મળ્યો હતો. ત્યારબાદ રાફેલ ફાઇટર જેટને તરત જ હાશિમારા એરફોર્સ બેઝથી UFOની તરફ ઉડાડવામાં આવ્યું હતું જ્યાં તેમને યુએફઓ દેખાયું ન હતું. તેમજ પાઈલટને પણ આકાશમાં આવી કોઈ વસ્તુ દેખાઈ ન હતી. જેવું પહેલું ફાઈટર જેટ પાછું ફર્યું. અન્ય રાફેલ ડબલ ચેક કરવા માટે પણ મોકલવામાં આવ્યું હતું. પરંતુ તે વિસ્તારમાં અને તેની આસપાસ કોઈ યુએફઓ કે પછી એલિયનશિપ જેવું કંઇ જોવા મળ્યું ન હતું. પરંતુ ભારતીય વાયુસેનાના ઈસ્ટર્ન કમાન્ડે તરત જ તેની એર ડિફેન્સ રિસ્પોન્સ મિકેનિઝમ શરૂ કરી દીધી હતી.
ઇસ્ટર્ન કમાન્ડે સોશિયલ મિડીયા પર લખ્યું હતું કે ભારતીય વાયુસેનાએ એર ડિફેન્સ રિસ્પોન્સ મિકેનિઝમને સક્રિય કરી દીધું છે. કારણ કે વિઝ્યુઅલ ઇનપુટ્સ ઇમ્ફાલ એરપોર્ટ પરથી આવ્યા હતા. એને તે વિઝ્યુઅલ ઇનપુટ્સ પ્રમાણે લગભગ 4 વાગ્યે એક UFO એરફિલ્ડથી પશ્ચિમ તરફ જતું જોવા મળ્યું હતું. જ્યારે એરફોર્સે સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે તેને ત્યાં કંઈ મળ્યું ન હતું અને તેના પછી પણ કંઇ ઊડતી વસ્તુ તે વિસ્તારમાં જોવા મળી ન હતી.
આ ઉપરાંત ઈન્ડિગોના એક વિમાનને પણ કોલકાતા મોકલવામાં આવ્યું હતું. તે થોડો સમય આકાશમાં ઉડતું રહ્યું હતું અને આ યુએફઓની ખબરના કારણે 25 મિનિટ બાદ બીજી ફ્લાઈટને ગુવાહાટી ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે એરફોર્સ તરફથી કન્ફર્મેશન મળ્યું ત્યારબાદ ફ્લાઇટ ચાલુ કરવામાં આવી હતી જો કે તમામ ફ્લાઇટ ત્રણ કલાક કરતા વધુ સમય સુધી મોડી પડી હતી.
ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો…
ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો...