રાધિકા યાદવ કેસઃ જે બેસ્ટ ફ્રેન્ડએ સોશિયલ મીડિયા દ્વારા વ્યથા ઠાલવી તેની પાસેથી પોલિસને મળી આ ચોંકાવનારી વિગતો | મુંબઈ સમાચાર
નેશનલ

રાધિકા યાદવ કેસઃ જે બેસ્ટ ફ્રેન્ડએ સોશિયલ મીડિયા દ્વારા વ્યથા ઠાલવી તેની પાસેથી પોલિસને મળી આ ચોંકાવનારી વિગતો

ગુરુગ્રામ: ટેનિસ પ્લેયર રાધિકા યાદવની હત્યા કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ કેસમાં પોલીસ પાસે ઘણા પ્રશ્નો છે જેના જવાબ મળ્યા નથી. પોલીસ તામામ પાસાથી તપાસ કરી આ કેસને સોલ કરી રહી છે. આ વચ્ચે રાધિકાના યાદવની હત્યા બાદ તેની બેસ્ટ ફ્રેન્ડે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવી હતી. આ પોસ્ટ બાદ પોલીસને બેસ્ટ ફ્રેન્ડ પાસેથી નવા પુરાવા મળવાની આશા જાગી હતી. જે માટે હિમાંશિકા સિંહ રાજપૂત સાથે ફોન પર પૂછપરછ કરવામાં આવી, પરંતુ તેના નિવેદનોએ અનેક સવાલો ઉભા કરી દીધા છે.

હિમાંશિકા સાથે પોલીસ પૂછપરછ

રાધિકાના પિતા દીપક યાદવે તેની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે, પરંતુ પોલીસે રાધિકાની મિત્ર હિમાંશિકા પાસેથી માહિતી મેળવવા ફોન પર સંપર્ક કર્યો હતો. હિમાંશિકાએ જણાવ્યું કે તેની અને રાધિકાની છેલ્લી વાત જાન્યુઆરીમાં થઈ હતી, એટલે કે બંને વચ્ચે છ મહિનાથી સંપર્ક ન હતા. હત્યા બાદ હિમાંશિકાએ સોશિયલ મીડિયા પર બે વીડિયોમાં રાધિકાના પરિવારની નિયંત્રણકારી વર્તણૂકનો ઉલ્લેખ કર્યો હતો, જે તપાસને નવું વળાંક આપી શકે તેમ છે.

હિમાંશિકાનું નિવેદન: કોઈ પુરાવા નથી

પોલીસે હિમાંશિકાને સ્પષ્ટપણે પૂછ્યું કે શું તેમની પાસે હત્યા સાથે જોડાયેલા કોઈ પુરાવા કે માહિતી છે. હિમાંશિકાએ સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે તેમની પાસે કોઈ ડિજિટલ કે અન્ય પુરાવા નથી. આ નિવેદન બાદ પોલીસ માટે તપાસ વધુ જટિલ બની છે, કારણ કે હિમાંશિકાના દ્વારા કરવામાં આવેલી પોસ્ટ અને તેમના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. પોલીસ હવે આ ગેરસમજણને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસની તપાસ હવે રાધિકા અને દીપક યાદવના ફોનના ડેટાની ફોરેન્સિક રિપોર્ટ પર નિર્ભર છે. કોલ રેકોર્ડ, મેસેજ, સોશિયલ મીડિયા ચેટ, બ્રાઉઝિંગ હિસ્ટ્રી અને લોકેશન ડેટા જેવા ડિજિટલ પુરાવા આ કેસમાં નિર્ણાયક બની શકે છે. રાધિકાના ફોનને હરિયાણાના DITECH વિભાગમાં મોકલવામાં આવ્યો છે, જેની રિપોર્ટથી પોલીસને આગળની દિશા મળશે.

આ પણ વાંચો…રાધિકા યાદવ મર્ડર કેસ: પિતાએ એક્ટર સાથેના અફેરની શંકામાં હત્યા કરી, શું છે હકીકત?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button