ધર્મતેજનેશનલરાશિફળ

18મી સપ્ટેમ્બર સુધી શુક્ર આ રાશિના જાતકોને કરાવશે મૌજા હી મૌજા…

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રનો સંબંધ પ્રેમ, કળા, ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિ સાથે હોવાનું જણાવવામાં આવ્યું છે. તમામ નવ ગ્રહોમાં શુક્રને સૌથી ખાસ સ્થાન આપવામાં આવ્યું છે, આ જ કારણ છે કે શુક્રના રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે. હાલમાં શુક્ર પોતાની નીચ રાશિ કન્યામાં અસ્ત અવસ્થામાં હાજર છે. જ્યાં તેઓ પાપી ગ્રહ કેતુ સાથે યુતિ બનાવી રહ્યા છે. આ સાથે કન્યા રાશિમાં શુક્ર પર રાહુ અને મંગળની શુભ દ્રષ્ટિ પડી રહી છે, જેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળી રહી છે. 18મી સપ્ટેમ્બરના શુક્ર તુલા રાશિમાં ગોચર કરશે, જેને કારણે મંગળ અને રાહુની દ્રષ્ટિની અસર ઓછી થઈ જશે. પરંતુ અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ એવી રાશિઓ વિશે કે જેમના પર શુક્ર પર પડી રહેલી મંગળ અને રાહુની દ્રષ્ટિથી લાભ થઈ રહ્યો છે. આગામી ચાર દિવસ સુધી આ રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : બે મહત્ત્વના ગ્રહોએ બદલી ચાલ, આગામી 15 દિવસ જલસા કરશે આ રાશિના જાતકો… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

મેષઃ
મેષ રાશિના જાતકો પર શુક્ર દેવની વિશેષ કૃપા 18મી સપ્ટેમ્બર સુધી રહેશે. આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે. આવકમાં વધારો કરવાના તમારા પ્રયાસોમાં સફળતા મળી રહી છે. પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે આ સમય અનુકૂળ છે. ઓફિસમાં સહકર્મચારીઓનો સાથ-સહકાર મળી રહ્યો છે. અધિકારીઓ સાથે કોઈ મતભેદ ચાલી રહ્યો હશે તો તે પણ દૂર થઈ રહ્યો છે.

Trigrahi Yog is happening, Golden Period will start for these three zodiac signs...

મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે પણ આગામી ત્રણ-ચાર દિવસ લાભદાયી રહેશે. પૈસા કમાવવાના નવા નવા રસ્તાઓ ખુલી રહ્યા છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. વિદ્યાર્થીઓને મનચાહ્યા પરિણામો મળતા ખુશીનો પાર નહીં રહે. પારિવારિક જીવનમાં પણ ખુશહાલી આવશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

કર્કઃ
કર્ક રાશિના જાતકોના જીવનમાં શુક્ર પર પડી રહેલી મંગળ અને રાહુની દ્રષ્ટિની સકારાત્મક અસર જોવા મળશે. જો કરિયરને લઈને કોઈ મુશ્કેલી સતાવી રહી હતી તો તેનો ઉકેલ આવી રહ્યો છે. માનસિક શાંતિ મળશે. નોકરી કરી રહેલાં લોકોના અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. વેપારીઓની આવકમાં વૃદ્ધિ થશે.

A rare Mahalakshmi Yoga happened, the grace of Maa Lakshmi will shower on the four zodiac signs...

કન્યાઃ
કન્યા રાશિના જાતકોને કામના સ્થળે સહકર્મચારીઓનો સાથ-સહકાર મળી રહ્યો છે. જીવનમાં કોઈ ઊંચું મકામ હાંસિલ કરશો. કન્યા રાશિના જાતકોને શાનદાર અવસર પ્રાપ્ત થઈ રહ્યા છે. બિઝનેસ કરી રહેલાં લોકોને બિઝનેસમાં સ્થિરતા જોવા મળશે. શેરબજારમાં પૈસા રોકનારાઓ માટે પણ આ સમય ખૂબ જ લાભદાયી છે.

કુંભઃ
કુંભ રાશિ જાતકો પર આગામી ચાર દિવસ વધારે શુકનિયાળ રહેશે. જો કોઈ પાસેથી પૈસા ઉધાર લીધા હશે તો તે પાછા મેળવી શકો છો. પગારવધારો વગેરે થઈ શકે છે. પરિણીત લોકો પાર્ટનર સાથે રોમાંચક સમય પસાર કરશો. આવકમાં વૃદ્ધિ થવાના યગ બની રહ્યા છે. પારિવારિક માહોલ પણ ખુશહાલ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker