નેશનલ

કોલકાતા ડૉક્ટર રેપ કેસઃ 15 ઑક્ટોબરે IMAની દેશભરમાં ભૂખ હડતાળની જાહેરાત…

નવી દિલ્હીઃ કોલકાતામાં આર જી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ટ્રેઇની ડૉક્ટરની હત્યા અને દુષ્કર્મના મામલે ન્યાય માટે ડૉક્ટર ભૂખ હડતાળ પર ઉતરશે. નવ દિવસથી ચાલી આવતી હડતાળ વચ્ચે IMA દ્વારા દેશવ્યાપી ભૂખ હડતાળની જાહેરાત કરી છે. આઈએમએ પશ્ચિમ બંગાળમાં ન્યાય અપાવવા હડતાલ પર બેઠેલા ડૉક્ટરોના સમર્થનમાં 15 ઑક્ટોબર, મંગળવારે ભૂખ હડતાળની જાહેરાત કરી છે.

IMA એ કહ્યું કે, દેશભરમાં આઈએમએ જૂનિયર ડોક્ટર્સ નેટવર્ક મંગળવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ભૂખ હડતાળ કરશે. ઉપરાંત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેમની માંગ સ્વીકારવાની અપીલ કરી કહ્યું, કોલકાતાના યુવા ડૉક્ટર તેમની માંગોને લઈ મૃત્યુ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. આજે હડતાળનો નવમો દિવસ છે. ત્રણને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, આ આંદોલનને લોકોનું સમર્થન છે.

ભૂખ હડતાળથી ત્રણ ડૉક્ટરની બગડી તબિયત

પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડૉક્ટરોનું વિરોધ પ્રદર્શન આર જી કર હોસ્પિટલમાં જૂનિયર ડૉક્ટર સાથે થયેલા કથિત બળાત્કાર અને હત્યાની ઘટના બાદ શરૂ થયું હતું. વિરોધ કરી રહેલા ડૉક્ટર ન્યાય, કાર્યસ્થળ પર સુરક્ષા અને સ્વાસ્થ્ય સચિવને હટાવવા સહિત અનેક માંગોને લઈ અડગ છે. તેમની માંગના સમર્થનમાં કોલકાતા અને સિલીગુડીમાં અનેક ડૉક્ટર અનિશ્ચિતકાળની ભૂખ હડતાળ પર બેઠાં છે. ભૂખ હડતાળના કારણે ત્રણ ડૉક્ટરની હાલત બગડ્યાં બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હૉસ્પિટલના પૂર્વ વિદ્યાર્થીનું ગ્રુપ પર બેઠું ઉપવાસ પર

ભૂખ હડતાળ કરી રહેલા ડૉક્ટરનું કહેવું છે કે તેમની તબિયત સતત ખરાબ થઈ રહી છે, પરંતુ રાજ્ય સરકાર તેમની માંગ પર ધ્યાન આપતી નથી. જૂનિયર ડૉક્ટર્સ ફોરમના એક નેતાએ કહ્યું, દેખાવ કરી રહેલા ડૉક્ટરની સ્થિતિ ખરાબ થઈ રહી છે તેમ છતાં રાજ્ય સરકાર બેદરકાર છે. આ દરમિયાન આરજી કર હૉસ્પિટલના એક પૂર્વ વિદ્યાર્થીના ગ્રુપે પણ ભૂખ હડતાળ કરી રહેલા ડૉક્ટરો પ્રત્યે એક જૂથતા બતાવવા 12 કલાકના પ્રતીકાત્મક ઉપવાસ પર બેઠા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button