ભારતની આ બે સંસ્થાઓએ એશિયાની ટોપ 50 યુનીવર્સીટીઓમાં સ્થાન મેળવ્યું | મુંબઈ સમાચાર
નેશનલ

ભારતની આ બે સંસ્થાઓએ એશિયાની ટોપ 50 યુનીવર્સીટીઓમાં સ્થાન મેળવ્યું

મુંબઈ: વૈશ્વિક સ્તરે યુનિવર્સિટીઓની રેન્કિંગ જાહેર કરતી સંસ્થા Quacquarelli Symonds (QS)એ ગઈકાલે બુધવારના રોજ એશિયાની ટોચની યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી હતી. આ યાદીની 50માં ભારતની બે શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. IIT દિલ્હી અને IIT બોમ્બે આ યાદીની ટોપ 50 સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે. ભારતમાંથી IIT દિલ્હીએ 44મું, જ્યારે IIT બોમ્બે 48મું સ્થાન મેળવ્યું છે.

ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ એશિયા 2025 (QS Asia University Rankings 2025) એકેડેમીક રેપ્યુટેશન, ગ્રેજયુએટને રોજગાર, ફેકલ્ટી એન્ડ સ્ટુડન્ટ રેશિયો, અને ઇન્ટરનેશનલ કોલબરેશન આધારે યુનિવર્સિટીઓના મૂલ્યાંકન પર આધારિત છે. આ યાદીમાં ચીનની પેકિંગ યુનિવર્સિટી સતત બીજા વર્ષે ટોચ પર રહી છે. હોંગકોંગની યુનિવર્સિટી બીજા સ્થાને અને સિંગાપોરની નેશનલ યુનિવર્સિટી ત્રીજા સ્થાને રહી છે.

Also Read – દિલ્હી-એનસીઆરમાં શ્વાસ લેવાનું મુશ્કેલ,ઘણા વિસ્તારોમાં AQI ખતરનાક સ્તરે !

આ વર્ષે ઘણી સંસ્થાઓના સ્થાનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળી રહ્યા છે. IIT દિલ્હીએ ‘સ્ટાફ વિથ પીએચડી’ પેરામીટરમાં સારું પ્રદર્શન કર્યું છે, જ્યારે IIT બોમ્બે એકેડેમીક રેપ્યુટેશન અને એમ્પ્લોયર રેપ્યુટેશન પેરામીટર્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

ટોપ 100માં 6 ભારતીય સંસ્થાઓને સ્થાન મળ્યું:

  1. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હી (IITD)ને 44મું સ્થાન મળ્યું છે.
  2. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી બોમ્બે (IITB)ને 48મું સ્થાન આપવામાં આવ્યું છે.
  3. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસ (IITM)ને 56મું સ્થાન મળ્યું છે.
  4. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખડગપુર (IIT-KGP)ને 60મો રેન્ક મળ્યો છે.
  5. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયંસને 62મો રેન્ક મળ્યો છે.
  6. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી કાનપુર (IITK)ને 67મો રેન્ક મળ્યો છે.

Back to top button