કતારમાં મોતની સજા પામેલા 8 ભારતીય નૌસેનિકોને મળી રાહત, ફાંસીની સજા નહીં થાય

નવી દિલ્હીઃ મધ્ય પૂર્વના દેશ કતારમાં મોતની સજા પામેલા આઠ પૂર્વ ભારતીય નૌસેનિકો માટે આજે મોટા સમાચાર જાણવા મળ્યા છે. આ આઠે નૌસેનિકોને મોટી રાહત મળી છે. આઠે નૌસેનિકોની સજા ઓછી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મામલે કતારની હાઇ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. અપીલની સુનાવણી દરમિયાન અદાલતે ત્યાંની કોર્ટે તેને આપવામાં આવેલી ફાંસીની સજા પર સ્ટે મુકી દીધો છે.
આઠે નૌસૈનિકોની સજા ઘટાડી દેવામાં આવી છે. એટલે હવે તેમને ફાંસીની સજા નહીં થાય. આ મામલાને વૈશ્વિક મોરચે ભારતની કૂટનૈતિક જીતની રીતે જોવામાં આવી રહ્યો છે.
ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ ગયા વર્ષના ઑગસ્ટથી કતારની જેલમાં છો. કતારો હજી સુધી આ તમામ ભૂતપૂર્વ અધિકારીઓ પર લાગેલા આરોપો અંગે કોઇ માહિતી આપી નથી. જોકે, આ કેસના જાણકાર લોકોનું કહેવું છે કે નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ પર જાસુસીનો આરોપ લગાવવામાં આવ્યો છે.