
શ્રાવણ મહિનાની બીજા એકાદશીને પુત્રદા એકાદશી (Purtrada Ekadashi) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે 16મી ઓગસ્ટ એટલે કે આજે પુત્રદા એકાદશી છે અને આ સાથે સાથે જ આજે સૂર્ય સંક્રાતિ પણ છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે અને સૂર્યને એક રાશિચક્ર પૂરું કરવા માટે એક વર્ષનો સમય લાગે છે. આજે સૂર્ય ગોચર કરીને સ્વરાશિ સિંહમાં ગોચર કરી રહ્યા છે. ચાલો જોઈએ આજનો આ દિવસ કઈ રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ રહ્યો છે.
મેષઃ

સૂર્યનું સ્વરાશિમાં થઈ રહેલું ગોચર મેષ રાશિના જાતકો માટે શુકનિયાળ સાબિત થઈ રહ્યું છે. પ્રગતિના દ્વાર ખૂલી રહ્યા છે. ધનલાભ થઈ રહ્યો છે. એક કરતાં વધુ સ્રોતમાંથી આલત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આર્થિક સ્થિતિ સુધરશે. જીવનમાંલ ખુશીઓનું આગમન થશે.
વૃષભઃ

પુત્રદા એકાદશીના દિવસે થઈ રહેલી સૂર્ય સંક્રાંતિની વૃષભ રાશિના જાતકોના જીવનમાં સુખ-સુવિધાઓ લઈને આવી રહી છે. નોકરી કરી રહેલાં લોકો માટે આ સમયગાળો ખૂબ જ શુકનિયાળ રહેશે. નવી નવી તક સામે આવી રહી છે. વેપારમાં તેજી આવશે. ખર્ચ પર પણ નજર રાખી પડશે.
આ પણ વાંચો : આજે બની રહ્યા છે મહત્ત્વના રાજયોગ, પાંચ રાશિના જાતકો પર વરસે મા લક્ષ્મીની કૃપા…
તુલાઃ

તુલા રાશિના જાતકો માટે સૂર્યનું આ ગોચર બંપર લાભ લઈને આવી રહ્યું છે. કરિયરમાં પ્રગતિ થઈ રહી છે. બિઝનેસમાં કોઈ નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. અંગત જીવન ખૂબ જ સારું રહેશે. સંતાન તરફથી પણ સારા સમાચાર સાંભળવા મળી શકે છે.
વૃશ્ચિકઃ

સૂર્યનું સ્વ રાશિમાં થઈ રહેલું ગોચર વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. કામના સ્થળે તમારું પ્રદર્શન સુધરશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આજે તમારા કામ માટે તમારી પ્રશંસા થશે. તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે.
આ પાંણ વાચો : આજનું રાશિફળ (16-08-24): મેષ, સિંહ અને કન્યા રાશિના જાતકોને મળશે Jobમાં Promotion, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ?
કુંભઃ

કુંભ રાશિના જાતકો માટે આજે થઈ રહેલું સૂર્યનું ગોચર ખુશીઓ લઈને આવી રહ્યું છે. કોઈ જગ્યાએ યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશો. નવો વેપાર શરૂ કરવાનું વિચારી રહેલાં લોકો માટે પણ આ અનુકૂળ સમય છે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો