નેશનલ

પંજાબમાં મોટી ટ્રેન દુર્ઘટના બનતા બનતા ટળી, બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ

સરહિંદ: પંજાબના ફતેહગઢ સાહિબના સરહિંદમાં માધોપુર નજીક વહેલી સવારે મોટી ટ્રેન દુર્ઘટના(Train accident) બનતા બનતા ટળી હતી. રેલવેની બે માલગાડીઓ(Goods Trains) એકબીજા સાથે અથડાઈ, આ અથડામણમાં બે ટ્રેન ચાલકો ઘાયલ થયા હતા. સરહિંદ રેલ્વે સ્ટેશનથી થોડે દૂર માધોપુર ચોકી પાસે રવિવારે સવારે 3.30 વાગ્યાના અરસામાં ટ્રેન અકસ્માત થયો હતો. ગુડ્સ ટ્રેનનું એન્જિન પલટી ગયું જે પેસેન્જર ટ્રેન સાથે અથડાયું.
રેલ્વે વિભાગે ટ્રેન અકસ્માતો ટાળવા ‘કવચ’ સિસ્ટમ વિકસાવી હોવા છતાં આવી ઘટનાઓ બનતા તેના અમલીકરણ વિષે સવાલો ઉઠતા રહ્યા છે

આ દુર્ઘટનામાં બે લોકો પાયલોટ ઘાયલ થયા છે. તેમની ઓળખ યુપીના સહારનપુરના વિકાસ કુમાર (37) અને હિમાંશુ કુમાર (31) તરીકે થઈ છે. તેમને એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ફતેહગઢ સાહિબમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ માલગાડીઓ માટે બનાવવામાં આવેલા DFCC ટ્રેકના નવા સરહિંદ સ્ટેશન પાસે આ અકસ્માત થયો હતો. અહીં પહેલાથી જ કોલસા ભરેલી બે ટ્રેન પાર્ક કરવામાં આવી હતી. એક માલગાડીનું એન્જીન છૂટી ગયું અને બીજી ટ્રેનના એન્જીન સાથે અથડાયું અને પછી એન્જિન પલટી ગયું, ત્યાર બાદ એન્જીન અંબાલાથી જમ્મુ તાવી જતી પેસેન્જર ટ્રેન સાથે અથડાયું, સદભાગ્યે પેસેન્જર ટ્રેનને કોઈ નુકશાન ન થયું.

ઘટનાના વીડિયો અને તસવીરોમાં બંને ટ્રેનોને ભારે નુકસાન થયેલુ જોવા મળે છે. ટ્રેનોની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે ટક્કર કેટલી ગંભીર હતી. દરમિયાન આ ઘટનાથી ટ્રેનોની અવરજવરને અસર થઈ છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજપુરા, પટિયાલા અને ધુરીથી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ