
નવી દિલ્હીઃ ભારતમાં હજારો કરોડનું કૌભાંડ કરીને કેટલાય લોકો વિદેશ ભાગી ગયાં છે. જેમાં નીરવ મોદી(Nirav Modi)નું નામ પણ સામેલ છે. પંજાબ નેશલન બેંક (Punjab National Bank Scam) સાથે સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને નીરવ મોદી ફરાર થઈ ગયેલ છે. ભારતે આ કેસમાં અત્યારે મોટી કાર્યવાહી કરી હોવાના સમાચાર મળ્યાં છે. અમેરિકન અધિકારીઓએ નીરવ મોદીના ભાઈ નેહલ મોદી (Nehal Modi arrested in USA)ની ગઈ કાલે ધરપકડ કરી લીધી છે. આ કેસમાં અમેરિકાએ ભારતીય એજન્સીઓ સાથે વિગતે શેર કરી છે.
ભારતની પ્રત્યાર્પણ વિનંતીના આધારે અમેરિકાએ નેહલ મોદીની ધરપકડ કરી
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા સંયુક્ત રીતે દાખલ કરાયેલ પ્રત્યાર્પણ વિનંતીના આધારે અમેરિકાએ નેહલ મોદીની ધરપકડ કરી છે. આ મામલે હવે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ભારતમાં અત્યાર નેહલ મોદી સામે બે મોટા આરોપો સાથે પ્રત્યાર્પણ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં મની લોન્ડરિંગનો આરોપ પણ સામેલ છે. એટલું જ પરંતુ આરોપી સામે પુરાવા છુપાવવા અને નષ્ટ તરવાનો આરોપ પણ સામેલ છે. જેથી હવે નેહલ મોદી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી અને 201 હેઠળ ગુનો નોંધાયેલો છે.
નીવર મોદીના હજારો કરોડના કૌભાંડમાં નેહલ મોદી પણ સામેલ હતો?
આરોપોની વિગતે વાત કરવામાં આવે તો નીરવ મોદીએ જે હજારો કરોડનું કૌભાંડ કર્યું હતું, જે કાળા નાણાંને વ્હાઈટ કરવા માટે નેહલ મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તપાસ દરમિયાન અન્ય ઘણાં પુરાવા પણ હાથ લાગ્યાં હતા. જેમાં વિદેશી કંપનીઓ સાથે થયેલા વ્યવહારો સામેલ છે. નીરવ મોદીની પહેલા જ લંડનમાં ધરપકડ કરવામાં આવેલી છે. જ્યારે હવે તેના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. નેહલ મોદીના કેસમાં આગામી 17મી જુલાઈ, 2025ના રોડ સુનાવણી કરવામાં આવશે. આ દરમિયાન નેહલ મોદી જમાનત માટે અરજી કરી શકે છે, પરંતુ અમેરિકાએ તેનો પહેલાથી જ વિરોધ નોંધાવી દીધો છે.
ભારતની તપાસ એજન્સીઓ માટે આ મોટી સફળતા
મહત્વની વાત એ છે કે, આ કાર્યવાહીને ભારતની તપાસ એજન્સીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે, જે ઘણા વર્ષોથી આ આંતરરાષ્ટ્રીય આર્થિક ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ન્યાયના કઠેડામાં લાવવાનો પ્રયાસ કરી રહી છે.નીરવ મોદીને ભારત લાવવા માટે કેટલાય પ્રયત્નો કરવામાં આવ્યાં છે. હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને નીરવ મોદી વિદેશ ફરાર થઈ ગયો હતો. જો કે, તેની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે તે લંડનની જેલમાં કેદ છે. અત્યારે તેના ભાઈની અમેરિકામાં ધરકપકડ કરવામાં આવી છે. જે ભારત માટે ખૂબ જ મહત્વ પૂર્ણ છે.
આ પણ વાંચો : આવા ભાગેડુ શ્રીમંત કૌભાંડકારીઓને આપણાં કયા કારાગૃહમાં વધુ ફાવશે?!