પંજાબમાં વિનાશક પૂર: બોલીવૂડ અને પંજાબી સેલિબ્રિટીએ અસરગ્રસ્તો માટે કરી મદદની અપીલ…

મુંબઈ: ઉત્તર ભારતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ભારે વરસાદના કારણે પંજાબમાં વિનાશક પૂર આવ્યું છે. ખેતીની જમીન ધોવાઈ ગઈ છે. પાકને નુકસાન પહોંચ્યું છે. સાથોસાથ હજારો પરિવારો વિસ્થાપિત થવાની નોબત આવી છે.
આ પરિસ્થિતિને જોતા દેશભરમાંથી લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે, જેમાં બોલિવૂડ અને પંજાબી સેલિબ્રિટીઝ પણ શામેલ છે.
બોલિવૂડ અને પંજાબી કલાકારોએ કરી મદદની અપીલ
શાહરૂખ ખાને એક્સ પર લખ્યું કે, “પંજાબમાં આ વિનાશક પૂરથી પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના. પંજાબનું મનોબળ ક્યારેય તૂટશે નહીં. ભગવાન તે સૌનું ભલું કરે.” સંજય દત્તે એક્સ પર લખ્યું કે, “પંજાબમાં થયેલી તબાહી હૃદયદ્રાવક છે.
તમામ અસરગ્રસ્તોને હું શક્તિ અને પ્રાર્થના મોકલી રહ્યો છું. હું શક્ય થશે તેટલી મદદ કરશે. બાબાજી પંજાબમાં દરેકને આશીર્વાદ અને સુરક્ષા આપે.” સોનુ સૂદે એક્સ પર વીડિયો શેર કરીને જણાવ્યું કે, “મારી બહેન મોગાના અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ કરી રહી છે અને હું પણ દરેક સ્તરે મદદ કરીશ.”
આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જણાવ્યું કે, “મારા હૃદયની લાગણી પંજાબના વિનાશર પૂરના અસરગ્રસ્તો સાથે છે. તમામ અસરગ્રસ્ત લોકો માટે પ્રાર્થના અને શક્તિ મોકલી. પંજાબનો જુસ્સો ક્યારેય તૂટશે નહીં.” પંજાબી અભિનેત્રી સોનમ બાજવાએ ઇન્સ્ટાગ્રામ પર પૂરના ફોટો શેર કરીને લખ્યું કે, આ મુશ્કેલ સમયમાં પંજાબ અને પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરૂં છું.
ત્યાંથી આવેલી તસવીરો અને વાતો હૃદયને હચમચાવી નાખે એવી છે. પરંતુ જે વસ્તુએ મને આશા આપી છે, એ છે પંજાબમાાં હંમેશા જોવા મળતી એકતા અને દૃઢતાની ભાવના. હું જમીની સ્તરે બચાવ દળના રૂપમાં સક્રિય સંગઠનોને દાન આપીને મદદ કરી રહી છું. હું તમને પણ આગ્રહ કરૂં છું કે, તમે પણ યોગદાન આપો.
દરેક યોગદાન, એ ભલે નાનકડું કેમ ન હોય, કોઈના જીવનમાં આ સમયે મોટું પરિવર્તન લાવી શકે છે. આવો, આ કપરા સમયમાં એકજૂટ થઈને પંજાબ સાથે ઊભા રહીએ.
કલાકારોએ ગામડા અને પરિવારો દત્તક લીધા
કેટલાક કલાકારોએ પૂરના અસરગ્રસ્તો માટે પોતાની લાગણી વ્યક્ત કરવાની સાથોસાથ સીધી મદદ પણ જાહેર કરી છે. દિલજીત દોસાંઝેએ 10 ગામડાઓને દત્તક લેવાની અને તેમને ફરીથી વસાવવા માટે બનતા તમામ પ્રયાસ કરવાની જાહેરાત કરી છે.
એમી વિર્કે પૂરથી અસરગ્રસ્ત 200 પરિવારોને દત્તક લીધા છે. ગાયક સતિન્દર સરતાજના ફાઉન્ડેશન અને અભિનેત્રી શહેનાઝ ગિલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાશન કીટનું વિતરણ કરી રહ્યા છે.
આ પણ વાંચો…પંજાબના 1200થી વધુ ગામ પૂરથી પ્રભાવિત, રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કરાયું