પંજાબમાં ભયાનક બસ અકસ્માત: ઘટનાસ્થળે જ અનેકના મોત-મુખ્ય પ્રધાને વ્યકત કર્યું દુખ
ગુરદાસપુર: પંજાબના બટાલા-કાદિયાં પર આજે બપોરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, મુસાફરોથી ભરેલી એક બેકાબૂ બસ સ્ટોપમાં જ ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં આઠથી દસ લોકોના મોત થયાના અહેવાલ છે અને 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાંઆ એક ખાનગી બસ બટાલાથી મોહાલી જઈ રહી હતી, જ્યારે બસ શાહાબાદ ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે બાઇક સવારને બચાવતી વખતે તે ત્યાંના બસ સ્ટેન્ડની બિલ્ડિંગ સાથે અથડાઈ હતી.
અકસ્માતને લઈને મુખ્ય પ્રધાન ભગવંત સિંહ માને બટાલા-કાદિયન રોડ પર થયેલા ભયંકર અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્ય પ્રધાને ટ્વીટ કરીને કહ્યું કે બટાલા-કાદિયન રોડ પર એક બસ અકસ્માતનો ભોગ બની છે, જેમાં કેટલાક લોકોના મોતના દુઃખદ સમાચાર છે અને કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ હોવાના પણ અહેવાલો છે. મુખ્ય પ્રધાને કહ્યું કે તેમણે વહીવટીતંત્ર સાથે વાત કરી છે અને અધિકારીઓ સ્થળ પર છે. પીડિત પરિવારો પ્રત્યે તેમની સંવેદના છે. પંજાબ સરકાર પીડિત પરિવારોની સાથે છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયંકર હતો કે બસ સ્ટોપનું લેન્ટર તૂટીને બસમાં જઈ પડ્યું હતું. અકસ્માત બાદ ભારે અફરાતરફી નાચિ ગઈ હતી અને ચીસાચીસ થવા માંડી હતી. અકસ્માતની જાણ થતાં તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જોરદાર અથડામણ બાદ બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે 6 લોકોની હાલત અત્યંત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે.
આ પણ વાંચો : પંજાબમાં નહિ ચાલે કંગનાની ફિલ્મ ઈમરજન્સી…
આ ઘટના અંગે પોલીસ અધિકારીએ નિવેદન આપતા કહ્યું છે કે બસ અકસ્માતની વિગતો મળત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેણે જણાવ્યું કે બસની સામે એક મોટરસાઈકલ આવી જતા તેને બચાવવા જતા બસ સ્ટેન્ડ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. આ દરમિયાન 3 લોકોના મોતની તંત્ર દ્વારા સત્તાવાર રીતે પૃષ્ટી કરવામાં આવી છે, જ્યારે 6 લોકોની હાલત ગંભીર છે. ઘાયલલોને અમૃતસર ખસેડવામાં આવ્યા છે અને 2 અન્ય લોકોની પણ સારવાર ચાલી રહી છે. 10-12 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે અને તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.