ઇન્ટરનેશનલનેશનલ

કેનેડામાં હિંદુ મંદિર પરના હુમલા અંગે પંજાબના મુખ્ય પ્રધાને મૌન તોડ્યું, ઘટનાને વખોડી…

ચંદીગઢ: કેનેડામાં મંદિર પરના હુમલાની ઘટનાને ભારત સરકારે વખોડી નાખ્યા પછી આજે પંજાબના મુખ્ય પ્રધાન અને આપ (આમ આદમી પાર્ટી)ના નેતા ભગવંત માને આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. કેનેડાના બ્રેમ્પટનમાં હિંદુ મંદિર પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું કે હું આ ઘટનાની સખત નિંદા કરું છું.

હું ભારત સરકારને આ મુદ્દે કેનેડાની સરકાર સાથે વાત કરવાની પણ માંગ કરું છું, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય. પંજાબના ઘણા લોકો કેનેડાને પોતાનું બીજું ઘર માને છે અને ત્યાં આવી હિંસક ઘટના બને તેવું કોઈ ઈચ્છતું નથી. ભારતે કહ્યું છે કે તે કેનેડામાં તેના નાગરિકોની સુરક્ષાને લઈને ‘ખૂબ ચિંતિત’ છે. ઓટાવામાં ભારતીય હાઈ કમિશને પણ ‘ભારત વિરોધી’ તત્વો દ્વારા હિન્દુ સભા મંદિર પરના તાજેતરના હુમલાની નિંદા કરતા સોમવારે કડક નિવેદન બહાર પાડ્યું હતું.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડા પ્રધાન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ‘સંભવિત’ સંડોવણીનો આરોપ લગાવ્યા બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ ઉભો થયો છે. ભારતે ટ્રુડોના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે બંને દેશો વચ્ચેનો મુખ્ય મુદ્દો એ છે કે કેનેડા ખાલિસ્તાન તરફી તત્વોને કોઈ પણ અવરોધ વિના તેની ધરતી પરથી આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી આપી રહ્યું છે.

આ પણ વાંચો :અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી નવેમ્બરના પહેલા મંગળવારે જ કેમ થાય છે?

ભારતે કેનેડાને ઘણા આતંકવાદીઓની યાદી પણ સોંપી હતી પરંતુ તેની તરફથી કોઈ સંતોષકારક પગલાં લેવામાં આવ્યા નહોતા. છેલ્લા કેટલાક મહિનાઓથી ખાલિસ્તાનીઓએ કેનેડામાં ખૂબ જ આતંક મચાવ્યો છે અને ઘણા પ્રસંગોએ ભારતના હિતોને પણ નુકસાન પહોંચાડ્યું છે.

રવિવારે ખાલિસ્તાની ઝંડા લઈને આવેલા પ્રદર્શનકારીઓએ બ્રેમ્પટનના એક હિન્દુ મંદિરમાં લોકો પર હુમલો કર્યો હતો. પીલ પ્રાદેશિક પોલીસે રવિવારે કહ્યું હતું કે બ્રેમ્પટનના એક મંદિરમાં વિરોધ પ્રદર્શન થયું હતું અને ઘટનાના કેટલાક વાયરલ વીડિયોમાં વિરોધીઓ ખાલિસ્તાનના સમર્થનમાં બેનરો પકડેલા જોવા મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker