નેશનલ

અફવા કે હકીકત?: સુનીલ જાખડે પંજાબ અધ્યક્ષપદેથી આપ્યું રાજીનામું

ચંડીગઢઃ હરિયાણા ચૂંટણી વચ્ચે એવા અહેવાલો છે કે પંજાબમાં ભાજપમાં બધુ બરાબર નથી ચાલી રહ્યું. પંજાબના ભાજપના અધ્યક્ષ સુનીલ જાખરે અધ્યક્ષ પદ છોડ્યું હોવાની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. પાર્ટીના સભ્યપદની બેઠકમાં તેમની ગેરહાજરી બાદ આવી અટકળોએ જોર પકડ્યું હતું. જો કે, આ દરમિયાન ભાજપે જાખડના રાજીનામાના સમાચારને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.

પંજાબ બીજેપીના મહાસચિવ અનિલ સરીને કહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ જાખડના રાજીનામા અંગે ખોટી અફવા ફેલાવી રહી છે. સુનીલ જાખડે કોઈ રાજીનામું આપ્યું નથી. આવા સમાચારો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.અમે સુનીલ જાખડના નેતૃત્વમાં કામ કરી રહ્યા છીએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાખડના અંગત સચિવ સંજીવ ત્રિખાએ પણ તેમના રાજીનામાની વાતને ફગાવી દીધી છે.

હકીકતમાં શુક્રવારે સવારથી જ તેમના રાજીનામાની અફવાઓ તેજ ગતિએ વાયરલ થઈ હતી. આમ પણ તાજેતરના દિવસોમાં, જાખડ રાજ્ય કારોબારીની મહત્વપૂર્ણ બેઠકોથી અંતર બનાવી રહ્યા હતા. તેઓ સભ્યપદ અભિયાનને લગતી મીટિંગમાં પણ હાજર રહ્યા ન હતા, ત્યાર બાદ તેમની નારાજગીના સમાચારે વધુ વેગ પકડ્યો હતો. એમ કહેવામાં આવે છે કે સુનીલ જાખડ પંજાબમાં ભાજપની રણનીતિથી ખુશ નથી. પંજાબના બિટ્ટુને મોદી કેબિનેટમાં રેલવે રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, જે જાખડને પસંદ નથી આવ્યું.

આ પહેલા ભાજપે લોકસભાની ચૂંટણી હારવા છતાં બિટ્ટુને રાજસ્થાનથી રાજ્યસભામાં મોકલ્યા હતા. પાર્ટીએ તેમને રાજ્યસભામાં મોકલવા પર ધ્યાન આપ્યું નથી. એમ પણ જાણવા મળ્યું છે કે જાખડ અકાલી દળ સાથે ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડવા માગતા હતા, પણ ભાજપે આ ચૂંટણી એકલા હાથે લડી હતી. આવા સંજોગોમાં તેમના વિરોધીઓ જાખડને ટોણો મારતા હતા કે ભાજપ તેમની વાત સાંભળતું નથી અને માત્ર શોભાના ગાંઠિયા તરીકે જ તેમને પક્ષમાં લીધા છે.

માત્ર પ્રેસ કોન્ફરન્સ કરવા કે ફોટો પડાવવા માટે જ તેમને ભાજપમાં લેવામાં આવ્યા છે. જોકે, પંજાબમાં ભાજપમાં રહીને વર્ષોથી કામ કરતા અનેક નેતાઓ પણ જાખડના આવવાથી ખુશ નહોતા. પંજાબ ભાજપમાં બહારના લોકોની વિરુદ્ધ જૂના લોકોનો મુદ્દો ચરમસીમાએ છે.

નોંધનીય છે કે જાખડે 14 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ તેઓ 19 મે 2022ના રોજ ભાજપમાં જોડાયા હતા. લગભગ એક વર્ષ પહેલા તેમને પંજાબ ભાજપના અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. જાખડ બે વખત અબોહરથી વિધાન સભ્ય અને એક વખત ગુરદાસપુરથી સાંસદ રહી ચૂક્યા છે. 2021 માં નવજોતસિંહ સિદ્ધુ આવ્યા તે પહેલા જાખડે 2021 સુધી ચાર વર્ષ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…