Punjabના અકાલીદળના નેતાએ AAP નેતાને ગોળી મારી! ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

જલાલાબાદ: આજે રવિવારે પંજાબના જલાલાબાદમાં અકાલી દળ(Akalidal)ના વરિષ્ઠ નેતા અને AAP નેતા મનદીપ સિંહ બ્રાર(Mandeep Singh Brar) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, આ દરમિયાન કથિત રીતે અકાલી દળના નેતાએ ગોળી ચલાવી હતી જે AAP નેતાને છાતીમાં વાગી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં મનદીપ સિંહને જલાલાબાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની ગંભીર સ્થિતિને જોતા ડોક્ટરોએ તેને સારવાર માટે DMC લુધિયાણામાં મોકલી આપ્યા છે.
જલાલાબાદના વિધાનસભ્ય જગદીપ કંબોજ ગોલ્ડીએ આરોપ લગાવ્યો છે કે આ ગોળી શિરોમણી અકાલી દળના નેતા વરદેવ સિંહ માન દ્વારા ચલાવવામાં આવી હતી. આ ઘટના બ્લોક ડેવલપમેન્ટ એન્ડ પંચાયત ઓફિસર (BDPO)ની ઓફિસની બહાર બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાઝિલ્કાના વરિષ્ઠ પોલીસ અધિકારી જલાલાબાદ દોડી ગયા હતા.
મનદીપ સિંહ બ્રારે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ સાંસદ જોરા સિંહ માનના પુત્ર વરદેવ સિંહ નોની માન BDPO ઑફિસમાં શાળા સાથે જોડાયેલ ફાઇલ ક્લિયર કરવા વિશે પૂછવા આવ્યા હતા. BDPO એ તેમની વિનંતીને નકારી કાઢી હતી, જેના પગલે અકાલી નેતાઓને વાંધો પડ્યો અને ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા.
ઓફીસની બહાર તેમની મનદીપ સિંહ બ્રાર સાથે અથડામણ થઇ, જે દરમિયાન અકાલી નેતા વરદેવ સિંહ દ્વારા કથિત રીતે ગોળી ચલાવવામાં આવી હતી.
પોલીસે કહ્યું કે તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે.
Also Read –